fbpx
ગુજરાત

વટવા વિસ્તારમાંથી ઝડપાઈ નકલી પત્રકારોની ગેંગ, ટોળકી કરી હતી આ કામ

ગુજરાતમાં પત્રકાર તરીકેની ફેક આઈડી બનીને માંગવામાં આવતા રૂપિયાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે, ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની એક ગેંગ ઝડપાઈ છે, જે નકલી પત્રકારો બની રૂપિયા માંગતા હતા. મળતા અહેવાલ મુજબ, અમદાવાદના પુર્વ વિસ્તારમાં નકલી પત્રકારોની વધુ એક ગેંગ ઝડપાઇ છે, જેમાં તેઓ નકલી પત્રકારોની ટોળકી વટવા વિસ્તારમાં રહેતા તારીક સૈયદ પોતાનું ઘર નવું બાંધકામ ચાલી રહ્યું ત્યા નકલી પત્રકાર પાર્વતી શર્મા, પતિ ચીમન લાલ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ હોવાની ઓળખ આપી ગેરકાયદે બાંધકામ ચાલતું હોવાનું કહી પૈસાની માંગણી કરી હતી.

આ સમયે નકલી પત્રકારોની ગેંગે કહ્યું હતું કે, જાે તમે પૈસા નહિ આપે તો બાંધકામ અટકાવી દઈશું. જાે કે ત્યારબાદ ફરિયાદીએ નકલી પત્રકારોની ટોળકીને ૧૧,૫૦૦ રૂપિયા આપ્યા હતા. પછીથી આ મામલે પોલીસને જાણ કરતા આ ટોળકી ઝડપી લીધી હતી. પોલીસ તપાસમાં નકલી પત્રકારો તોડ કરવા ગયા હોવાની કબૂલાત કરી છે. ત્યારબાદ હવે પોલીસે આ ટોળકીને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/