fbpx
ગુજરાત

જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારી અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મનીષ કટારીયાની વરણી

ગુજરાત ભાજપ દ્વારા છ મનપાની ચૂંટણીમાં જીત બાદ આજે તમામ મનપાના મેયરની જાહેરાત કરવામાં આવી દીધી છે. અગાઉ અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયરની જાહેરાત કરાઈ હતી. જ્યારે આજે રાજકોટ, સુરત અને જામનગરના મેયરની જાહેરાત કરવામાં આવી છે. જામનગરના મેયર તરીકે બીનાબેન કોઠારીને પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે જામનગરના ડેપ્યૂટી મેયર તપન પરમાર, જેએમસી સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા તરીકે કુસુમબેનની વરણી અને દંડક તરીકે કેતન ગોસરાણીની વરણી કરવામાં આવી છે. છ મનપાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર જાહેર કરવામાં આવ્યા હતા.

જે બાદ આજે રાજકોટના મેયરની પણ જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના નવા મેયર તરીકે ડો.પ્રદીપ ડવની તાજપોશી કરવામાં આવી છે. જ્યારે આરએમસી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના ડેપ્યૂટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ તેમજ શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા અને દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની વરણી કરવામાં આવી છે. રાજકોટ પહેલાં ભાજપ દ્વારા સુરતના મેયર અને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. સુરતને નવા મેયર મળી ગયા છે. હેમાલી બોઘાવાલાને સુરતના નવા મેયર બનાવાયા છે. જ્યારે દિનેશ જાેધાણીને સુરતના ડેપ્યૂટી મેયર બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત એસએમસી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પરેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ શાસકપક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપૂતની નિયુક્તિ કરવામાં આવી છે. છ મહાનગરપાલિકામાં ભવ્ય વિજય બાદ ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા અને ભાવનગરના મેયર અને પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી. જ્યારે રાજકોટ, સુરત અને જામનગરના મેયર અને પદાધિકારીઓનાં નામોની જાહેરાત બાકી હતી. જેમાં આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશ માટે મેયર તરીકે હેમાલી બોઘાવાલાને સંદ કરવામાં આવ્યા છે. આ અગાઉ ૩ મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ હતી. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/