સુરત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોની માંગ સાથે હડતાળ યથાવત

સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી કપાત પગાર તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. જ્યારે તંત્ર કર્મીઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે.
કર્મીઓની હડતાળના પગલે સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સતત ત્રીજા દિવસે હડતાળ પર રહ્યા છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાઈ કર્મચારીઓને સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે વિરોધ કરી રહેલા કર્મીઓના કારણે દર્દીઓ અને તેના સગાઓને હેરાન થવાનો વારો આવ્યો છે.
૧૦૮માં આવતા ગંભીર દર્દીઓને સારવાર આપવાને બદલે સલાહ આપી સ્મીમેર રીફર કરી દેવામાં આવી રહ્યા છે. ડો.એસ.એમ. પટેલ (સુપ્રિન્ટેન્ડેન્ટ)એ જણાવ્યું હતું કે, ઈમરજન્સી ન હોય તો દર્દીને દાખલ ન કરવા સૂચના આપી છે. ૧૦૮ના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને ઈમરજન્સી કેસ સ્મીમેર લઈ જવા કહ્યું છે. સ્મીમેરમાં પણ વાત કરી છે જરૂર પડશે તો ડોક્ટર અને નર્સ ત્યાં મોકલીશું.
Recent Comments