fbpx
ગુજરાત

મે કોરોના વેક્સિન લીધી, હવે તમે પણ લઈ લો : સીએમ રૂપાણીની અપીલ

દેશના નાગરિકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસન લીધી. મુખ્યમંત્રીએ સેક્ટર-8 ના સરકારી હોસ્પિટલમાં મુખ્યમંત્રીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. વેક્સિન લેવાની હોવાથી તેઓ ટી શર્ટ પહેરીને આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ પોતાનું આધાર કાર્ડ બતાવીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, અને ત્યાર બાદ વેક્સીન લીધી હતી. નોંધનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી કોરોના સંક્રમિત થઈ ગયા હતા, જે બાદ તેઓ વેક્સિન લઈ શક્યા નહોતા. આથી તેમણે હવે વેક્સિનનો ડોઝ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી 1590594  લોકોએ રસી લીધી છે. જેમાં 9034309  લોકોએ રસીનો પ્રથમ ડોઝ અને 15 56 285 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. ત્યારે વેક્સિન લેતા મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને એક જ અપીલ કરી હતી કે વધુને વધુ લોકો કોરોના વેક્સિન ઝડપથી લઈ લે. મંગળવારે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0