fbpx
ગુજરાત

પિતા બન્યો નફ્ફટઃ લગ્નના બહાને દિકરીનો બે લાખમાં સોદો કર્યો

ગાંધીનગર શહેરમાં ખુદ પિતાએ પોતાની ૧૮ વર્ષીય દીકરીનાં લગ્નનાં બહાને બે લાખમાં સોદો કર્યો હોવાની શર્મનાક ઘટના બનવા પામી છે. ત્યારે પુખ્ત વયની દીકરીએ લગ્નનો વિરોધ કરતા નરાધમ પિતા વિધિના બહાને શહેરનાં એક મંદિરમાં ભૂવા પાસે લઈ જઈ તેણીને કેફી દ્રવ્ય પીવડાવી ગોંધી રાખી બાપ દીકરીના પવિત્ર સંબંધોની તમામ હદ પાર કરી નાખી હતી.
રાજ્યનું પાટનગર અને હરિયાળું નગર.. રાજયનો વહીવટ કરતું શહેર એટલે ગાંધીનગર. ત્યારે ગાંધીનગર શહેરને કાળો દાગ લગાવતી ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના સેકટર ૨૧ પોલીસ મથક હદ વિસ્તાર માં રહેતા પરિવારમાં ૧૭ વર્ષ અગાઉ દીકરીનો જન્મ થાય છે. ઘરનો મોભી દારૂ પીવાની ટેવ વાળો હોવાના કારણે ઘરમાં આર્થિક તંગી શરૂઆતથી જ રહેતી હતી. આથી અંજલિ ને તેના કાકા મહેશ પોતાની સાથે લઈ ગયા હતા.
ધીમે ધીમે અંજલિ મોટી થઈ ગઈ અને કાકા મહેશ પણ તેને કોઈ તકલીફ ના પડે તેની બધી જવાબદારી એક પિતાની જેમ ઉપાડી લીધી હતી. આજે અંજલિ ૧૮ વર્ષની થઈ ચૂકી છે. પરંતુ કોરોના કાળના લીધે ઘણા સમયથી કામ ધંધો બંધ થઈ જવાથી મહેશને કામ ધંધા અર્થે બહાર ગામ જવાનું હતું. જેથી તેઓ થોડા દિવસ અગાઉ અંજલી ને ગાંધીનગર મુકામે તેના માતા પિતા પાસે મુકી ગયા હતા.
સત્તર વર્ષ સુધી અંજલિના ભરણ પોષણની જવાબદારીથી દૂર ભાગતા ગાંધીનગરમાં રહેતા પિતા કૌશિક પહેલાથી દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાથી તેને પુખ્ત વયની અંજલિને જાેઈને રૂપિયા કમાવાનો કારસો મનોમન ઘડી કાઢ્યો હતો. થોડા દિવસ સુધી અંજલિ ને પોતાની વાતોની માયાઝાળમાં ફસાવવાના પેંતરા કૌશિકએ શરૂ કરી દીધા અને બીજી બાજુ આંતર જ્ઞાાતિનાં યુવક સાથે બે લાખમાં અંજલિ ના લગ્નનો સોદો કરી નાખ્યો હતો.
હેલ્પ લાઈનની ટીમે અંજલિનાં કાકા મહેશને સાચી હકીકતથી વાકેફ કરતા તેમણે તુરંત ગાંધીનગર આવવાની તૈયારી દર્શાવી હતી પણ તેઓ રાજય બહાર હોવાના કારણે ગાંધીનગર આવતા ત્રણેક દિવસ થાય એમ હોવાથી અંજલિ ફરી વાર મુંઝવણમાં મુકાઈ ગઇ હતી. તેણે તેના માતા પિતા સાથે જવાનીનાં પાડી દેતા અંતે મહિલા હેલ્પ લાઈનની ટીમ અંજલિને ગાંધીનગરનાં નારી ગૃહમાં સુરક્ષિત રીતે મૂકી આવી છે. અને હાલમાં પણ તેનાં કાકા મહેશનાં આવે ત્યાં સુધી તેના સંપર્કમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/