fbpx
ગુજરાત

વડોદરામાં વેક્સિનેશન માટે સેન્ટર ૫૦થી વધારીને ૮૦ કરી દેવામાં આવ્યા

શહેરમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વેક્સિનેશન એક રામ બાણ ઉપાય છે. આથી ૧૮થી ૪૪ વયના શહેરના નાગરિકોને વેક્સિન આપવાની શરૂ થઈ ગઈ છે. તંત્ર દ્વારા ૫૦ સેન્ટર વધારીને ૮૦ સેન્ટર કરી દેવામાં આવ્યા છે અને રોજના ૨૫૦ જેટલા લોકોને વેક્સિન મુકવામાં આવશે, જેથી વેક્સિનેશનમાં વધુ નાગરિકો ભાગ લઈ શકશે.
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના કેસમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયાની વાત કરીએ તો કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આજથી ૧૮થી ૪૪ વયના નાગરિકોમાં વેક્સિન મુકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ર્નિણય મોડી રાત્રે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઈન નવા સેન્ટરો પણ ઉંમેરવામાં આવ્યા છે.
આ અગાઉ વડોદરામાં વેક્સિનેશન માટે ૫૦ સેન્ટર હતા. તેને વધારીને ૮૦ સેન્ટર કરવામાં આવ્યા છે. હવે ૮૦ સેન્ટર પર કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ૪૫ વર્ષની વયના લોકોને અલગ અલગ સેન્ટર પર વેક્સિન અપાશે. આ અગાઉ ૧૫૦ વેક્સિન મૂકવામાં આવતી હતી. તેને વધારીને હવે દરરોજ ૨૫૦ લોકોને રોજના રસી મૂકવામાં આવશે. વેક્સિનેશન કરાવવાનો સમય પણ એક કલાક વધારી દેવામાં આવ્યો છે, જેથી ૧૦થી ૨ સુધી નાગરિકો વેક્સિન મુકાવી શકશે અને ૪૫ વર્ષની વયના લોકોને દરરોજ ૧૦૦ ડોઝ આપવામાં આવતા હતા, જે હવે વધારીને ૧૩૦ કરાયા છે. અત્યારે કુલ ૨૦ સેન્ટર પર વેક્સિન મુકવામાં આવી રહી છે. એટલે હવે રોજના ૨૬૦૦ લોકોને વેક્સિન મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. વેક્સિનનો ૪૪,૦૦૦નો જથ્થો છે, જેથી ખૂટે તેવી શક્યતા પણ દેખાઈ નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/