fbpx
ગુજરાત

ક્રેડિટ કાર્ડમાંથી છેતરપિંડી કરનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

ભારતભરમાં આરબીએલ બેન્કના ક્રેડીટ ક્રાર્ડમાંથી છેતરપિંડીથી ભારતના અલગ અલગ રાજ્યોના ૨૨૪૫ જેટલા વીજ બીલ પેમેન્ટ કરી લોકો સાથે ફ્રોડ કરનાર ઝારખંડના જામતારા ખાતેના ઇસમને તથા સ્થાનિક ઇસમોને પકડી પાડી અનેક ગુન્હાઓ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ તથા કતારગામ પોલીસની સંયુકત ટીમની મદદથી આ ટોળકી ઝડપાઇ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુજરાતના, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, અને મહારાષ્ટ્ર ના અનેક કેસ ઉકેલવામાં સફળ થઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી ૬ મોબાઈલ અને રોકડ રૂપિયા ૮ લાખથી વધુની રકમ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.


ભારતભરમા વીજબીલ ભરતા સેન્ટરોમાંથી ગ્રાહકોના અલગ અલગ કંપનીના વીજબીલ મેળવી આ વીજબીલોને ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સને મોકલી આપતા ત્યારબાદ ઝારખંડ જામતારા ખાતેના સાયબર ક્રિમીનલ્સ ભારતભરના આરબીએ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને ફોન કરી આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી તેમને લોભામણી લલચામણી વાતો કરી તેમની પાસેથી ઓટી.પી. મેળવી લઈ પે-ટીએમ, બિલ ડેસ્ક, બીલએસટુપે જેવી એપ્લીકેશનના માધ્યમથી ઉપરોક્ત વીજબીલો ભરી લોકો સાથે છેતરપિંડી કરે છે.

આરોપીઓ દ્વારા ભારત ભરમાં અલગ અલગ વીજ કંપનીઓના મળી કુલ-૨૨૪૫ વીજબીલ ભરેલ છે. જેમા કુલ્લે રૂ.૩.૬૭ કરોડથી વધુની રકમના બીલ ભરવામાં આવેલ છે.ગુજરાતના ૨૧૧૩, પંજાબ-૧૧૩, હરીયાણા-૧૧, રાજસ્થાન-૦૫, ઉત્તરપ્રદેશ-૦૨, મહારાષ્ટ્ર ૧ બીલ ભરી દઈને છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/