fbpx
ગુજરાત

હાલોલની મોડલ સ્કૂલની બેદરકારીઃ ૧૦ નાપાસ છાત્રાને ધો. ૧૧માં એડમિશન આપી પાસ કરી દીઘી

હાલોલ જીઆઈડીસી સ્થિત મોડલ સ્કૂલમાં ૨ વર્ષ અગાઉ ધો. ૧૦માં નાપાસ હોવા છતાં ધો. ૧૧માં એડમિશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલીને ખ્યાલ ન હતો કે વિદ્યાર્થિની ધો. ૧૦માં નાપાસ થયેલ છે. ત્યારે સર્ટી તથા રીઝલ્ટ લઇને બે વર્ષ અગાઉ મોડેલ સ્કૂલમાં એડમિશન માટે ગયા હતા ત્યારે મોડલ સ્કૂલમાં સંચાલકો દ્વારા રીઝલ્ટ જાેયા વગર જ ધો. ૧૧માં એડમિશન આપી દેવામાં આવ્યું હતું.

ધો. ૧૧માં પ્રવેશ મેળવી વિદ્યાર્થિનીએ ફાઈનલ પરીક્ષા આપી તે પરીક્ષા પાસ પણ કરી દીધી. ત્યાર બાદ ધો. ૧૨માં આખુ વર્ષ ઓનલાઇન અભ્યાસ પણ કર્યો. જ્યારે ધો.૧૨ની પરિક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે વર્ગ શિક્ષકને જાણ થઇ કે વિધાર્થીની ધોરણ ૧૦માં નાપાસ છે. ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું તો ધો. ૧૦માં નાપાસ છે એટલા માટે તું ધો. ૧૨ની પરીક્ષા નહીં આપી શકે. ધો. ૧૦માં પોતે નાપાસ હોવાની વાત જાણીને વિદ્યાર્થિનીના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી. સમગ્ર હકીકતની જાણ વિદ્યાર્થિનીએ પોતાના વાલીને કરી હતી.

વાલી દ્વારા આ મામલે શાળામાં સંપર્ક કરવામાં આવતા શાળા સંચાલકોએ જણાવ્યું, વિદ્યાર્થિની આશાને ધો. ૧૦ની પરીક્ષા આપવી પડશે. તે પાસ કર્યા પછી જ ધો.૧૨ની પરીક્ષા આપી શકશે. ત્યારે વિદ્યાર્થિની તેમજ તેના વાલી માંગ કરી રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલથી વિદ્યાર્થિનીના ૨ વર્ષ બગડ્યા છે. ત્યારે તેની જવાબદારી કોની આ ગંભીર ભૂલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું, મારી છોકરીએ બિલિયાપુરા સ્કૂલમાં ધો. ૧૦ કર્યું પછી હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ મોર્ડન સ્કૂલમાં ધો. ૧૧માં પાસ થઈ હવે ધો. ૧૨માં ફોર્મ ભરવા આવ્યા તો પ્રિન્સીપાલ કહે છે તમારી છોકરી ધો.૧૦માં ફેલ બતાવે છે. એટલે ફોર્મ નહીં ભરાય. ઘટનાથી અમે ડઘાઈ ગયા છીએ. છોકરી પણ ડિપ્રેશનમાં આવી ગઈ છે. કોઈ પગલું ભરી લેશે તો એના માટે કોણ જવાબદાર અમને ન્યાય મળવો જાેઈએ.
ડીઈઓ બી.એસ પંચાલએ કહ્યું, હાલોલની સ્કૂલનું મારા ધ્યાનમાં આવ્યું છે કે એક વિદ્યાર્થિનીને ધો.૧૦ નાપાસ છતાં ૧૧માં એડમિશન આપી દીધું. ત્યારે ધ્યાન પર આવ્યું કે વિદ્યાર્થિની ફેલ છે. ફેલ ડોક્યુમેન્ટ રજૂ કરી વિદ્યાર્થિનીએ પ્રવેશ લીધો તે સ્કૂલે પણ જાેવું જાેઈએ. આચાર્ય, ક્લાર્ક, વર્ગ શિક્ષક જે કોઇ હોય એમની પણ જવાબદારી છે કે ચેક કરવું જાેઈએ. વિદ્યાર્થિની અને વાલીની પણ જવાબદારી છે કે એમણે ખોટા ડોક્યુમેન્ટ રજૂ ના કરવા જાેઇએ.હવે એકજ રસ્તો છે ધો. ૧૦ પાસ કરે તે પછી જ ૧૨માની પરીક્ષા આપી શકશે. જે કોઈ દોષિત હશે તેમની સામે પગલાં લઈશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/