fbpx
ગુજરાત

કુદરતની સામે માણસ કાંઇ ન કરી શકે, પણ પુરુષાર્થ કરી શકેઃ શાહ



કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તેમના સંસદીય મતવિસ્તાર સિંધુભવન રોડ ખાતે વિશેષ રીતે બનાવાઈ રહેલા જંગલ સમાન વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું. ૭૬૮૦ ચો.મી. જગ્યા પર ૨૫ હજાર વૃક્ષો ઉછેરાશે. આજના વચ્ર્યુઅલ કાર્યક્રમમાં નવ જગ્યા પર છે. નોંધનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસે છે, પહેલા દિવસે ૨૧મીએ વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટેના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. વૈષ્ણોદેવી સર્કલ અને ખોડિયાર ફ્લાયઓવરનું ૨૧મીએ ઉદઘાટન પણ કર્યું હતું.


આજનાં વચ્ર્યુઅલ કાર્યક્રમમાં અમિત શાહે પર્યાવરણનાં જતન માટે વૃક્ષો વાવવાનું અભિયાન શરૂ કરાવ્યું છે. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, કુદરતની સામે માણસ કાંઇ ન કરી શકે, પણ પુરુષાર્થ કરી શકે. વાવાઝોડાને કારણે અમદાવાદમાં પાંચ હજાર વૃક્ષો ધરાશાયી થઇ ગયા તેની સામે પાંચ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક મૂકવું એ જ પુરષાર્થ છે. આ જ રસ્તો સાચ્ચો છે.


મારી અમદાવાદ વાસીઓને અપીલ છે કે, તમે વૃક્ષો વાવો જ છો, પાણી પીવડાવવો જ છો, જતન કરો છો તો એવું વૃક્ષ કેમ ન વાવીએ જેનું આયુષ્ય ત્રણ- ચાર પેઢી સુધી ઓક્સિજન આપે. આવા વૃક્ષો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નર્સરી શરૂ કરી છે. તેમાં પીપડો, લીંબુ, વડ, જાંબુ જેવા વૃક્ષો છે. આવા વૃક્ષોને કારણે આપણને તો સારા પ્રમાણમાં ઓક્સિજન મળે છે પરંતુ તેની સાથે પર્યાવરણનું પણ જતન થાય છે. પ્રકૃતિ નહીં બચે તો માનવ નહીં બચે.


તેમણે વધુમાં અંગે જણાવ્યું કે, નાગરિકોને અપીલ કરું છું કે, આપણે સોસાયટીમાં વૃક્ષો વાવીએ અને તેને પાણી પીવડાવવાની જવાબદારી પાંચ જણને ન સોંપી ન શકીએ. આ સાથે તેમણે રસીકરણ વધારવા માટે પણ અપીલ કરતા જણાવ્યું કે, ભાજપનાં કાર્યકરો રસીકરણ માટે નેતૃત્વ લે અને દરેક લોકોને રસી મૂકાવવાની જવાબદારી લે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/