fbpx
ગુજરાત

સુરતના વેપારી સાથે કલકત્તાના ચાર વેપારીઓએ ૫૫ લાખની છેતરપિંડી આચરી

સુરતમાં રીંગરોડની અભિષેક ટેક્ષટાઇલ માર્કેટના એક વેપારી ને કોલકોતાના ચાર વેપારીઓ રૂપિયા ૫૫.૧૪ લાખનો સાડીનો જથ્થો લઈ રૂપિયા નહીં ચૂકવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે બે વર્ષમાં ચારેય વેપારીઓએ અલગ અલગ સમયે એક જ વેપારીની જુદી જુદી પેઢીમાંથી કાપડનો જથ્થો લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. કાપડ માર્કેટના વેપારીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા વધુ ચાર વેપારીઓ સામે ફરિયાદ નોંધાતા વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કિરણ અંબાલાલ બાપના (ઉ.વ.૪૬, ધંધો-વેપાર રહેવાસી-એક ફલેટ નંબર-૧૦૪ પહેલા માળે નંદનવન-ર બાલાજી વીલા પાસે વી.આઇ.પી. રોડ વેસુ સુરત) એ જણાવ્યું હતું કે તેઓ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને રીંગરોડની અભિષેક માર્કેટમાં સુમંગલ સાડી ના નામથી દુકાન દુકાન ધરાવે છે. કોલકોતાના ચાર વેપારીઓએ (૧) સુનિલ ચાદક તે રોહિત ટેક્ષટાઇલ એજન્સીના પ્રોપ્રાઇટર/દલાલ ઠેકાણુ-૨૦૩/૧ રૂમ નંબર-૪૩૫ છઠ્ઠો માળ મહાત્મા ગાંધી રોડ કોલકોત્તા-૭ (૨) અરમેન્દ્રસિંહ તે લક્ષ્મી સાડીના પ્રોપ્રાઇટર ઠેકાણુ-૧૬૦ ગ્રાઉન્ડ ફ્લોર જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબી કટરા કલકત્તા-૭ (૩) રાહુલસિંહ તે રાઘવ ટેક્ષટાઇલના પ્રોપ્રાઇટર ઠેકાણુ-૧૬૦ ગ્રાઉન્ડ ફ્લોર જમુનાલાલ બજાર સ્ટ્રીટ પંજાબી કટરા કલકત્તા-૭ (૪) મુરલી સાહુ તે શિવ દુર્ગા ટેક્ષટાઇલ ના પ્રોપ્રાઇટર ઠેકાણુ-૧૯૬ પહેલો માળ જમુનાલાલ બજાર સ્ટ્રીટ બિલાસરાય કટરા કલકત્તા-૭ એ બે વર્ષમાં શુ મંગલમ સાડીની દુકાનમાંથી અલગ અલગ ચલણથી રૂપિયા ૫૫.૧૪ લાખનો સાડીનો જથ્થો લઈ રૂપિયા ચૂકવણી સમયે હાથ અધ્ધર કરી લીધા હતા. એટલું જ નહીં પણ ઉઘરાણી કરતા હવે ઉઘરાણીએ આવ્યા છો કે ફોન કર્યો છે તો ટાટીયા તોડી નાખીશું એવી ધમકી આપતા આખરે પોલીસ સ્ટેશનના ધવાર ખખડાવવાની ફરજ પડી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/