fbpx
ગુજરાત

ગાંધીગનરના સેક્ટર-૨૧માં મોબાઇલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યાઃ ૪.૫૦ લાખની ચોરી

ગાંધીનગરના સેકટર ૨૧ ભાજપનાં કમલમ કાર્યાલયથી થોડેક દૂર આવેલી ચંદન એન્ટરપ્રાઈઝનાં દુકાનનું શટર ઊંચુ કરી તસ્કર રૂ. ૪.૫૦ લાખ થી વધુની કિંમતના ૨૫ મોબાઇલ અને એસેસરીઝ ચોરીને અંધારાનો લાભ ઉઠાવી ભાગી જતાં સેકટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સેકટર ૨૧ માર્કેટ વિસ્તાર ચારે દિશાથી સીસીટીવી ઘેરાયેલો હોવા છતાં પણ તસ્કરો બેફામ બનીને ચોરી કરીને નાસી જતાં વેપારીઓ પણ ચોંકી ઉઠયા છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા મૂકેશભાઈ લક્ષ્મીચંદ શાહ સેકટર ૨૧માં ચંદન એન્ટરપ્રાઈઝનાં નામે એમ આઈ મોબાઇલ અને ટીવીનો શો રૂમ ધરાવે છે. રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓ શો રૂમ બંધ કરીને ઘરે ગયા હતા ત્યારે સવારમાં તેમના નાના ભાઈ નલિનભાઇએ ફોન કરીને જણાવ્યું હતું કે શો રૂમનું શટર સહેજ ઊંચુ છે ચોરી થઈ હોવાનું લાગી રહ્યું છે.

મુકેશભાઈએ તેમના પુત્ર બીજલનાં મોબાઇલ ફોનમાં ઓનલાઈન શો રૂમના ફુટેજ ચકાસ્યા હતા. જેમાં એક તસ્કર શટર થોડુંક ઊંચુ કરી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપી નાસી જતાં જાેવા મળ્યો હતો. આ બનાવના પગલે મુકેશભાઇએ એમ આઈ કંપનીના જુદા જુદા મોડલનાં ૨૫ નંગ મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મળી કુલ. રૂ. ૪.૧૬ લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાની ફરિયાદ આપતાં સેકટર ૨૧ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે સેકટર ૨૧ પોલીસ ઈન્સ્પેક્ટર એમ બી ભરવાડે જણાવ્યું હતું કે ઉક્ત દુકાનની બહાર જે કેમેરો લાગેલો છે તે કાર્યરત નથી. તેમ જ દુકાનની અંદર પણ કબાટની આડમાં રહી ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. તસ્કરોએ અંદર કોઈ અન્ય સામાન ફેંદયો નથી તે જાેતાં તસ્કરો દુકાનથી માહિતગાર હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/