fbpx
ગુજરાત

મમતા દિવસને કારણે આવતીકાલે સમગ્ર રાજ્યભરમાં કોરોના રસીકરણ બંધ રહેશે

ગુજરાતમાં ત્રીજી વેક્સીન સ્પુતનિકનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વેક્સીન લેવા લોકોમાં થઈ રહેલી પડાપડી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતી કાલે બુધવારે પૂરા રાજ્યમાં વેંકસિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. ગુજરાતમાં આવતીકાલે કોઈને પણ વેક્સીન નહિ અપાય તેવી જાહેરાત કરાઈ છે.

દર બુધવારનાં મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોના કારણે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. મમતા દિવસમાં બાળકો અને માતાઓનું રસીકરણ કરવામાં આવે છે. જેમાં ૦ થી ૨ વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત વેક્સીનનો ગુજરાતમાં સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતીકાલે બુધવારે વેંકસિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. અગાઉ પણ આ જ કારણોસર દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. પરંતુ બાદમાં સઘન વેક્સિનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન આપવાંનું નક્કી કરાયું હતું.

તો બીજી તરફ, રાજકોટ શહેરમાં વેક્સિનેશનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. ૪૫ સેશન સાઈટ પર માત્ર ૬૦૦૦ વેક્સીનના ડોઝ જ ઉપલબ્ધ છે. હાલ શહેરમાં ૪૦૦ કોવેક્સીન તેમજ ૫૬૦૦ કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે આવતીકાલે રાજકોટ શહેરમાં પણ વેક્સિનેશન બંધ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/