fbpx
ગુજરાત

વડોદરામાં કોંગ્રેસે રસ્તા પર ચૂલો સળગાવી ચા બનાવી મોંઘવારીનો વિરોધ કર્યો

પેટ્રોલ-ડીઝલ, ગેસ સિલિન્ડર અને દૂધ સહિત વિવિધ ચીજવસ્તુઓમાં થયેલા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે રસ્તા પર ચુલો સળગાવીને ચા બનાવવાના આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો પ્રયાસ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાેકે કોંગ્રેસનો ચા બનાવવાનો કાર્યક્રમનો સફળ થાય તે પહેલા શહેર પ્રમુખ, પાલિકાના વિપક્ષના નેતા સહિત ૩૫ જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલની આગેવાનીમાં સયાજીગંજ ડેરી ડેન ખાતે મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકાના વિપક્ષના નેતા અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, શૈલેષ, અમિત ગોટીકર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોંઘવારી વિરોધના બેનરો અને ગેસ સિલિન્ડરના કટ આઉટ, પોસ્ટરો સાથે જાેડાયા હતા ‘હાય રે મોદી હાય હાય’, ‘હાય રે ભાજપ હાય હાય’…અને મોંઘવારી દૂર કરોના નારા લગાવ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ચુલો સળગાવી ચા બનાવવાનો પ્રયાસ કરીને વિરોધનો પ્રયાસ કર્યો હતો, પરંતુ, પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ સહિત ૩૫ કાર્યકરોની અટકાયત કરી હતી.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં પ્રજાનો અવાજ બનીને વિરોધ કરવો ગુનો બની ગયો છે. આજે અમે શાંતિપૂર્ણ રીતે પ્રજાનો અવાજ બનીને દેખાવો અને સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા. પરંતુ, પોલીસ તંત્ર દ્વારા સરકારનો હાથો બનીને અમારી અટકાયત કરવામાં આવી છે. જે ગેરકાયદેસર છે. પરંતુ, કોંગ્રેસ દ્વારા આજથી એક સપ્તાહ સુધી જનચેતના કાર્યક્રમ શરૂ કરાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત મોંઘવારીના વિરોધમાં રોજેરોજ કાર્યક્રમો આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/