fbpx
ગુજરાત

રથયાત્રા સંપન્નઃ મંદિરની બહાર આખી રાત રહેલ ભગવાન મંદિરમાં બિરાજમાન થયા

ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા અષાઢી બીજના દિવસે ભક્તો વિના જ સંપન્ન થઈ. નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથ, ભાઈ બળરામજી અને બહેન સુભદ્રાજીએ આજે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં એક રાતનો વિસામો કરે છે. મંદિરમાં તેમની આરતી પણ ઉતારવામાં આવે છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ દરમિયાન જગન્નાથ મંદિરમાં જ ઉપસ્થિત હતા.

નોંધનીય છે કે દર વર્ષે ભગવાન જગદીશ અમદાવાદના રાજમાર્ગો પર અખાડા, હાથી, ભજનમંડળી સહિત નગરચર્યાએ નીકળે છે. કોરોનાને કારણે ભગવાનની રથયાત્રા નગરમાં ફરી શકી નહોતી. ગત વર્ષે પણ રથયાત્રાને મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવી હતી. આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતાં સરકારે નિયમો સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપી હતી, જેથી ગઈકાલે શહેરમાં ભગવાન જગદીશ ભારે પોલીસ-બંદોબસ્ત અને કફ્ર્યૂની વચ્ચે નગરચર્યાએ નીકળ્યા હતા. દર વર્ષે ૧૪ કલાક જેટલો સમય શહેરમાં ફરતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વખતે માત્ર ચાર કલાકમાં ૨૨ કિલોમીટર ફરીને નિજમંદિર પરત ફરી હતી.

રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય એ માટે ગૃહ રાજ્યમંત્રી સતત સમીક્ષા કરતા હતા. શનિવારથી શરૂ થયેલી રથયાત્રા મહોત્સવને લઈને પ્રદીપસિંહ જાડેજા પોલીસતંત્ર અને મંદિર સાથે બેઠકો કરતા હતા, રથયાત્રાના દિવસે જ સવારે ૩.૩૦ વાગ્ચાથી તેઓ મંદિરમાં હાજર થઈ ગયા હતા. તેમની સાથે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા અને અમદાવાદના પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પણ હતા. સતત આઠ કલાક સુધી તેઓ રથયાત્રાની સાથે સાથે રહ્યા હતા. શહેરમાં શનિવારથી જ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ શહેરમાં બંદોબસ્તમાં ખડા થઈ ગયા હતા. સતત મોનિટરિંગથી તેમણે રથયાત્રા માટે તૈયાર કરેલી ર્જીંઁનું સહેજ પણ ઉલ્લંઘન થવા નથી દીધું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/