fbpx
ગુજરાત

આવતીકાલે ગાંધીનગરમાં કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં સાયકલ યાત્રા યોજશે

કોરોનાની વૈશ્વિક મહામારીના માર વચ્ચે પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ખાદ્ય તેલના આસમાને પહોંચેલા ભાવ વધારાના કારણે સામાન્ય પ્રજાનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું છે ત્યારે આવતીકાલે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગરમાં સાયકલ યાત્રા કાઢીને સરકાર નો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

એકબાજુ કોરોનાની બીજી લહેરનું અસફળ વ્યવસ્થાપન તથા પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્યતેલનાં અસહ્ય ભાવ વધારાનાં કારણે સમગ્ર દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે સરકારની તથા આમ જનતાની સમસ્યાઓને ઉજાગર કરવા આવતીકાલે શનિવારનાં રોજ સવારે ૮-૩૦ કલાકે સેકટર ૨૬ થી સાયકલ યાત્રા કાઢવામાં આવશે.

આ યાત્રામાં ગાંધીનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્યો ડો.સી જે ચાવડા, બળદેવજી ઠાકોર,સુરેશભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ બારીયા અને વંદનાબેન પટેલ, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ડો.હિમાંશુ પટેલ, પ્રદેશ વિપક્ષ નેતા રશ્મિજી ઠાકોર અને શૈલેન્દ્રસિંહ બિહોલા ,પૂર્વ ધારાસભ્યો બાબુસીંહ ઠાકોર અને કામિનીના રાઠોડ તથા તમામ પાંખ,સેલ,વિભાગના વડાઓ આગેવાનો,ચુંટાયેલા સદસ્યો,શહેર/તાલુકા/જિલ્લાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કાઢવામાં આવનાર છે.

જિલ્લા કોંગ્રેસ ની સાયકલ યાત્રા આવતીકાલે સવારે સેકટર ૨૬ ડી માર્ટ થી પ્રારંભ થઈ ટાટા ચોકડી, સત્યમશિવમ એપાર્ટમેન્ટ, સેકટર ૨૪ ચંદ્ર સ્ટુડિયો થી નીકળી આર્ય સમાજ, સ્વામિનારાયણ મંદિર, સેકટર ૨૩ ગુરુકુળ સ્કુલ તરફથી સિદ્ધાર્થ લો કોલેજ થી સેકટર ૧૬ એચ.ડી.એફ.સી. બેંક પાસે પૂર્ણ થવાની છે. ઉપરાંત કાર્યકરો ધ્વારા અહીં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડા ની માંગ સાથે પ્રજાજનોની સહી મેળવવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/