fbpx
ગુજરાત

ગાંધીનગરમાં કોંગ્રેસે પેટ્રોલ-ડિઝલના ભાવ મુદ્દે સાયકલ યાત્રા કાઢી વિરોધ કર્યો

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ તેમજ રાંધણ ગેસ સહિતના ભાવ વધારાના વિરોધ કરવા સાયકલ યાત્રા આજરોજ કાઢવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકરો દ્વારા ભાડે સાયકલો મેળવીને સાયકલ યાત્રા કાઢવામાં આવતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું.

મોંઘવારીના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાનો વિરોધ કરવા માટે સેકટર-૨૬થી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. પેટ્રોલ, ડીઝલ, ગેસ તેમજ ખાદ્ય તેલના અસહ્ય ભાવ વધારાના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જીવન જરૂરિયાતની ચીજાેના ભાવો આસમાને પહોંચી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે. ત્યારે તાજેતરમાં મહિલા કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે બેનરો સાથે વિરોધ કરી છાજિયાં લેવામાં આવ્યા હતા.

આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સેકટર-૨૬થી ઘ-૫ સેકટર-૧૬ સુધી સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી. જેનાં પગલે સાયકલ યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસની સાયકલ યાત્રાના પગલે કાર્યકરો સવારથી જ સેકટર-૨૬ ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં મોટાભાગના લોકો સાયકલ વિના આવ્યા હોવાથી કોંગ્રેસ દ્વારા આઈસર ગાડીમાં ગુડા હસ્તકની સાયકલો મંગાવવામાં આવી હતી. સેકટર-૨૬ ડી માર્ટથી પ્રારંભ થઈ ટાટા ચોકડી, સત્યમશિવમ એપાર્ટમેન્ટ, સેકટર ૨૪ ચંદ્ર સ્ટુડિયોથી નીકળી આર્ય સમાજ, સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩ ગુરુકુળ સ્કુલ તરફથી સિદ્ધાર્થ લો કોલેજ થી સેકટર-૧૬ એચ.ડી.એફ.સી. બેંક પાસે પૂર્ણ થઈ હતી.

આ રેલીમાં ધારાસભ્ય ડો.સી જે ચાવડા, સુરેશભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, શહેર પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ બારીયા અને વંદનાબેન પટેલ, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને ડો.હિમાંશુ પટેલ, પ્રદેશ વિપક્ષ નેતા રશ્મિજી ઠાકોર,તમામ પાંખ,સેલ,વિભાગના વડાઓ આગેવાનો,ચુંટાયેલા સદસ્યો, શહેર/તાલુકા/જિલ્લાના હોદ્દેદારો સહિતના ૬૦થી વધુ લોકો સાયકલ યાત્રામાં જાેડાયા હતા. ઘણા નેતાઓ તેમજ કાર્યકરો સાયકલ વિના આવ્યા હોવાથી આઈસર ગાડી ભરીને સાયકલો ભાડે મંગાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/