fbpx
ગુજરાત

મક્કાઇ પુલ પરથી આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા કીચડમાં ફસાતા બચી ગઇ

સુરતના મક્કાઈ પૂલ બ્રિજ ઉપરથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલા તાપી નદીના કિનારે કીચડમાં ફસાઈ ગઈ હતી. બાદમાં આપઘાતનો પ્રયાસ કરનારી મહિલાને લોકોએ ભારે જહેમત બાદ લોકોએ બહાર કાઢી હતી. મંગળવારે વહેલી સવારની આ ઘટના બાદ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. લિંબાયત વિસ્તારમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાના આપઘાતના પ્રયાસ પાછળનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. જાેકે, અઠવા પોલીસે મહિલાનો કબ્જાે લઈ પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ પૂછપરછ શરૂ કરી હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ લગભગ સવારે ૬ઃ૪૪ નો હતો. જાણ થતાં જ મુગલીસરાઈ ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી. જાેકે બ્રિજ નીચે રહેતા રાહદારીઓએ મહિલાને કિચડમાંથી બહાર કાઢી લીધી હતી. બ્રિજ પરથી કુદયા બાદ મહિલા કમર સુધી કીચડમાં ફસાઈ ગઈ હતી. તપાસમાં મહિલાનું નામ અને તે (ઉ.વ. ૪૦) લિંબાયતના અનવર નગરમાં રેહતી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાનો કબજાે અઠવા પોલીસને સોંપી દીધો હતો.

મયંક સારગ (નજરે જાેનાર સ્વિમિંગ કોચ) એ જણાવ્યું હતું કે, હું હાલ પાલિકાના પાલ સ્થિત સ્વિમિંગ પૂલમાં કોચ તરીકે સેવા આપું છું. નોકરી પર જતી વખતે મક્કાઈ પૂલ પર લોકોની ભાગદોડ જાેઈ તત્કાલિક તપાસ કરતા એક મહિલા તાપી કિનારે કીચડમાં ફસાઈ હતી. પ્રથમ ફાયર વિભાગને જાણ કરી દોડીને કિનારે ગયો હતો. જ્યાં પૂલ નીચે રહેતા શ્રમજીવી લોકોની મદદથી મહિલાને કિચડમાંથી બહાર કાઢવામાં આવી હતી. બાદમાં તેના કપડા પરનો કાદવ પાણીથી સ્થાનિકોએ દૂર કર્યો હતો. થોડીવારમાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ બન્ને આવી ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/