fbpx
ગુજરાત

શહેરાના જાેધપુર ગામેથી પોલીસે ૬ લાખના ગાજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

શહેરા તાલુકાના જાેધપુર ગામે ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર એક ખેડૂતને રૂ.૬ લાખ ૫૯ હજાર ૭૦૦ ઉપરાંતના ૬૫.૯૭ કિલો ગ્રામ લીલા ગાંજાના જથ્થા સાથે એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો.પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જાેધપુર શેખપુર ગામના કટારા ફળિયામાં રહેતા રમેશભાઈ અમલાભાઈ ખાંટ દ્વારા પોતાના મકાનની સામેની બાજુમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી એસ.ઓ.જી.પી.આઈ. એમ.પી.પંડયાને ખાનગી રાહે મળી હતી.

બાતમીના આધારે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ્પેકટર એમ.પી.પંડયા સહીતની પોલીસ સ્ટાફની ટીમે જાેધપુર ગામના કટારા ફળીયામાં રહેતા રમેશ ખાંટના ખેતરમાં છાપો મારતા રમેશ ખાંટએ પોતાના ખેતરમાં મકાઈના ઉભા પાક વચ્ચે ઉગાડેલ લીલા ગાંજાના ૩૫ જેટલા છોડ મળી આવ્યા હતા.
જે બાબતે એસ.ઓ.જી.શાખાના પી.આઈ.એમ.પી.પંડયા દ્વારા એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવતા એફ.એસ.એલ. ટીમે ગાંજાના છોડ હોવાનું સ્થાપિત કર્યુ હતું. જેથી એસ.ઓ.જી.પોલીસ દ્વારા લીલા ગાંજાના ૩૫ છોડને કબ્જે કરી તેનું વજન કરતા ૬૫ કિલો ૯૭૦ ગ્રામ હોવાનું જણાઈ આવ્યું હતું,જેથી પોલીસે રૂ.૬,૫૯,૭૦૦ની કિંમતના લીલા ગાંજાના જથ્થા સાથે ગાંજાના છોડનું વાવેતર કરનાર ખેડૂત રમેશભાઈ અમલાભાઈ ખાંટને ઝડપી પાડી તેની સામે નાર્કોટિક્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/