fbpx
ગુજરાત

વડોદરામાં ધાબા પર કપડા સૂકવતી પરિણિતા સાથે કૌટુંબિક ભત્રીજાએ શરીર સુખ માણ્યું

વડોદરા પાસેના ગામમાં પરીણિત યુવતી મકાનના ધાબા પર કપડાં સૂકવતી હતી ત્યારે કૌટુંબિક ભત્રીજાએ પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક નગ્નાવસ્થામાં જ ભાગી ગયો હતો. આ યુવકે પરીણિત યુવતી સાથે આ રીતે પહેલાં પણ ચાર વાર પરાણે શરીર સુખ માણ્યું હતું. યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, બોડેલી તાલુકાના સાગદરા ગામે રહેતી અને બે સંતાનની માતા એવી યુવતી સોમવારે મોડી સાંજે પોતાના મકાન પર કપડાં સૂકવતી હતી. એ જ વખતે તેની નજીકમાં રહેતો કાકા સસરાના છોકરાનો છોકરો ધાબા પર આવી ચડ્યો હતો. તેણે યુવતીને બાથમાં લઈ લીધી હતી અને તેની સાથે શારીરિક છૂટછાટ લેવા માંડી હતી. યુવતીએ બૂમ પાડવા કોશિશ કરતાં યુવક યુવતીનું મોઢું દબાવી દઈ ઘર પાસે આવેલી અડારીમાં બળજબરીપૂર્વક ખેંચી લઈ ગયો હતો. બૂમો પાડી તો ખરાબ પરિણામની ધમકી આપીને તેણે યુવતીને નગ્ન કરીને પરાણે શરીર સંબંધ બાંધ્યા હતા. યુવક યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ યુવતીની દેરાણી આવી જતાં યુવક કપડાં લઈને નગ્નાવસ્થામાં ભાગી છૂટયો હતો.

યુવતીની દેરાણીએ પીડિત યુવતીના પતિ અને પોતાના પતિ બંનેને બોલાવી જાણ કરી હતી. આ યુવકે અગાઉ પણ ચારેક વખત આ રીતે જ યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને શરીર સુખ માણ્યા હતા. જાે કે યુવક કુટુંબી યુવક હોવાથી સમાજમાં ઈજ્જત ના જાય એ કારણે પરિવારે સમાધાન કર્યું હતું. ત્રણેક દિવસ અગાઉ બનેલા બનાવને કારણે પરિવાર ગુસ્સામાં આવી ગયો હતો. વારંવાર દુષ્કૃત્ય કરતા યુવકને પાઠ ભણાવવા છેવટે પીડિત યુવતીએ બોડેલી પોલીસ મથકે જઈને બળાત્કારની ફરિયાદ નોંધાવતાં આરોપી યુવકની અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/