fbpx
ગુજરાત

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વ સિંહ દિન નિમિતે દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ

ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છેઃ મોદી

વડાપ્રધાન મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વ સિંહ દિવર પર દેશ અને ગુજરાતની જનતાને શુભેચ્છાઓ આપી છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જ્યાં સમગ્ર એશિયાટિક સિંહ જાેવા મળે છે સમગ્ર એશિયામાં આ સિંહો માત્ર ગુજરાતમાં સ્થાન ધરાવે છે જેને લઈ આજે વિશ્વ સિંહ દિવસ મુખ્યમંત્રી અને વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છાઓ આપી છે.

હાલ સિંહોની વસ્તીમાં વધારો હોવાનું મનાઈ છે. મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ આપતા સિંહોનું હિન્દુ ધર્મની સંસ્કુતિમાં મહત્વ હોવાની વાત કરી હતી. ભગવાન નરસિંહએ પણ સિંહનો અવતાર ધારણ કર્યો હતો તેમજ હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ સાથે પણ સિંહ સંકળાયેલ છે, તેમણે વડાપ્રધાન મોદીનો પણ સિંહો પ્રત્યેનો અનોખો લગાવ હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ પણ વિશ્વ સિંહ દિન નિમિતે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી કાળના દિવસોને યાદ કરતા આજે વિશ્વ સિંહ દિવસની શુભકામનાઓ આપી છે. વડાપ્રધાનો મોદીએ ટ્‌વીટ કરતા કહ્યું, ‘હુ જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તે સમયે સિંહ માટે કામ કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે અને રહેઠાણ તેમજ સિંહના પ્રવાસન માટે ઘણી પહેલ કરી છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું, ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે વધુમાં તેમણે જણાવ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહની વસ્તીમાં વધારો થયો છે પીએમ મોદીએ સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/