fbpx
ગુજરાત

પોલીસને પડકારઃ વડોદરામાં એક જ રાતમાં છ દુકાનો તાળા તૂટ્યા

વડોદરા શહેર પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગુરૂવારે મોડી રાત્રે રાવપુરા પોલીસ મથકથી માત્ર અડધો કિમી દૂર કોઠી ચાર રસ્તા પાસે ૬ દુકાનોના તાળા તોડી રોકડ સહિતનો સામાન ચોરી થઇ હતી. સવારે દુકાનો ખોલવા માટે આવેલા વેપારીઓને ચોરીની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી જઇ તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ દુકાનો સ્થિત ઝ્રઝ્ર્‌ફથી બચવા માટે નુકસાન પહોંચાડ્યું હતું. જાેકે, પોલીસે દુકાનો તેમજ આસપાસમાંથી ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો.

વડોદરા શહેરના રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલી કાપડ, ફર્નિચર, સ્પોર્ટ્‌સની દુકાનો સહિત ૬ દુકાનોના શટરોના તાળાં તોડી તસ્કરો રોકડ ચોરી કરી ગયા હતા. સવારે રાબેતા મુજબ દુકાન ખોલવા માટે આવેલા વેપારીઓએ દુકાનના શટરના તાળા તૂટેલા જાેતા ચોંકી ઉઠ્‌યા હતા. એક પછી એક છ વેપારીઓએ પોતાની દુકાનોના તાળાં તૂટ્યા હોવાની વાત કરતા આસપાસના વેપારીઓ એકઠા થઇ ગયા હતા.

દરમિયાન આ બનાવની જાણ રાવપુરા પોલીસને કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. તસ્કરોએ દુકાનની બહાર અને દુકાનની અંદર લગાવેલા ઝ્રઝ્ર્‌ફથી બચવા માટે ઝ્રઝ્ર્‌ફને નુકસાન પહોંચાડ્યું હતું. જાેકે, પોલીસે અન્ય દુકાનો અને આસપાસમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યું છે. દુકાનોમાં કેટલા તસ્કરો ત્રાટક્યા હતા અને ૬ દુકાનોમાંથી કેટલાં મુદ્દામાલની ચોરી કરી ગયા તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

કપડાના શો-રૂમના કર્મચારી કેતનભાઇ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તસ્કરો અમારી દુકાનનું મુખ્ય શટરનું તાળું તોડી પ્રવેશ્યા હતા. તસ્કરોએ દુકાનમાં પ્રવેશતા પહેલા દુકાનની બહાર લગાવેલા ઝ્રઝ્ર્‌ફની દિશા બદલી નાખી છે. તસ્કરો દુકાનના ડ્રોઅરમાંથી રૂપિયા ૧૫૦૦ રોકડ ચોરી કરી ગયા છે. આ અંગે રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે. રાવપુરા પોલીસે વેપારીઓની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/