fbpx
ગુજરાત

પર્યુષણ પર્વ દરમિયાન રાજ્યમાં કતલ ખાના બંધ રાખવા રૂપાણી સરકારનો અનુરોધ

ગુજરાતમાં ચાલતા માસના વેચાણની પ્રવૃતિઓ ઉપર આગામી જૈનોના પર્યુષણ પર્વ દરમિયાન બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી ૩ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની છે. રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન એટલે કે ૩ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન નગર પાલિકા મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.

રાજ્યમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આગામી ૩ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન મટનનો ધંધો કરનારા બુચર્સ તથા દુકાનોને બંધ રાખવા રાજ્ય સરકાર દ્વારા અનુરોધવામાં આવ્યો છે. આ દિવસોમાં પર્યુષણના ધાર્મિક તહેવારોને કારણે રૃચિભંગ ના થાય તથા લોકોની ધાર્મિક લાગણીઓ ના દુભાય તે માટે આ અનુરોધ કરવામાં આવ્યો છે.

જૈન સમુદાયમાં પર્યુષણને મહાપર્વ, પર્વાધિરાજ ગણવામાં આવે છે. દર વર્ષે ચાતુર્માસમાં શ્રાવણ વદ બારસ કે તેરસથી આઠ દિવસના પર્યુષણ પર્વનો આરંભ થાય છે અને ભાદરવા સુદ ચોથ કે પાંચમના દિવસે ‘સંવત્સરી’ ઊજવવામાં આવે છે. સાત દિવસ સાધનાના અને આઠમા છેલ્લા દિવસે સિદ્ધિનો ગણવામાં આવે છે. આઠમા દિવસનું નામ સંવત્સરી છે. જૈન શ્રાવકો આ દિવસોમાં તપ, ત્યાગ અને જાપમાં લીન રહે છે. આ પર્વમાં ઉપવાસ અને પ્રવચનનું ખાસ મહાત્મ્ય હોય શ્રાવકો યથાશક્તિ ઉપવાસ કરે છે. પર્વમાં આઠ દિવસના સળંગ ઉપવાસ સાથે વિધિવત અઠ્ઠાઇ કરાય છે. પર્યુષણમાં સાધુ ભગવંત કલ્પસૂત્ર નામના ગ્રંથનું ક્રમશઃ સચોટ અને સવિસ્તાર વાંચન કરે છે. ઘણા શ્રાવક-શ્રાવિકાઓ આઠ દિવસ સાધુ જેવું જીવન, સામાયિક, પ્રતિક્રમણ કરવાની સાથે જ પૌષધ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/