fbpx
ગુજરાત

અશરફ ગનીએ કહ્યું, હું માત્ર કપડાં લઈને ભાગ્યો છું

ગની ૧૫ ઓગસ્ટે કાબુલ છોડીને ભાગી ગયા હતા

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પરિવાર સહિત સંયુક્ત અરબ અમીરાત(ેંછઈ)માં શરણ લીધું છે. દેશ છોડ્યાના ચોથા દિવસની મોડી રાતે લગભગ ૧૦.૪૫ વાગ્યે તેઓ પ્રથમ વિશ્વ સમક્ષ આવ્યા. તેમણે કહ્યું હતું કે મેં કદાચ દેશ છોડ્યો નહોત તો લોહીની નદીઓ વહી હોત. હું મારા દેશમાં આવું થતું જાેઈ ન શકત. મને પણ ફાંસીએ લટકાવી દેવાયો હોત.

ગનીએ પૈસા લઈને ભાગવાના આરોપ અંગે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું હતું કે હું દેશના પૈસા લઈને આવ્યો નથી. આ આરોપ પાયાવિહોણા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડનના નિવેદન પર ગનીએ કહ્યું હતું કે અમે તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા હતા, જાેકે એ નિષ્ફળ રહી. તેમણે આર્મી અને અધિકારીઓને ધન્યવાદ પણ આપ્યા.

ેંછઈએ પહેલાં પણ કેટલાક નેતાઓને આશરો આપ્યો હતો
૨૦૧૭માં જ્યારે થાઈલેન્ડમાં સ્થિતિ ખરાબ થઈ તો ેંછઈએ ત્યાંના તત્કાલીન વડાપ્રધાન યિંગલુક શિનવાત્રાને શરણ આપ્યું હતું. શિનવાત્રાને તેમના દેશમાં પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સ્પેનના રાજા જુઆન કાર્લોસ પણ ગત વર્ષે આ દેશમાં રહેતા હતા. ૨૦૦૭માં પાકિસ્તાનનાં પૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટો પણ અહીં રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/