fbpx
ગુજરાત

આતંક સામે આસ્થાના વિજયનું પ્રતીક સોમનાથ મંદિર : મોદી

કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી સોમનાથ મંદિર ખાતે ૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં ત્રણ વિકાસકામનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કર્યું છે, જેમાં સમુદ્ર દર્શન વોક-વે, સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર અને જૂના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધારનું લોકાર્પણ કરવામાં આવશે, સાથે જ પાર્વતી માતાના મંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે વડાપ્રધાને જે ઉચ્ચ લક્ષ્ય રાખ્યાં છે એને પૂર્ણ કરવા આપણે બધા કટિબદ્ધ છીએ. ૨૦૧૦થી નરેન્દ્ર મોદીની નિયુક્તિ બાદ તેમણે સોમનાથના વિકાસને નવી દિશા અને દૃષ્ટિ આપી છે. ડિજિટલ દર્શનમાં પણ સોમનાથ આગળ છે. સોમનાથના વિકાસમાં ગુજરાત સદાય સહયોગ કરશે. પર્યટનથી આધુનિકતાના સંગમથી શું ફાયદો થાય છે એને ગુજરાતએ નજીકથી નિહાળી અનુભવ્યું છે. હવે સોમનાથમાં મહાદેવનાં દર્શન સાથે આજનાં ત્રણ વિકાસકામો થકી સમુદ્ર દર્શન પથ (વોક-વે) અને સોમનાથના ભવ્ય ભૂતકાળની અનુભૂતિ કરી શકશે. સોમનાથ મ્યુઝિયમ થકી આવનારી પેઢીને ઇતિહાસથી અવગત કરાવાશે.સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનું શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વોક-વે, અહિલ્યાબાઇ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલરીને કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપનાં દર્શન કરી શકાશે, નવા અવસર અને નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારેય દિશામાં આવેલાં ૧૨ જ્યોતિર્લિંગ, ચારધામ, શક્તિપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે એ એક શ્રેષ્ઠ ભારતની અભિવ્યક્તિ છે. આતંકવાદી વિચારધારા ભલે કેટલાક સમય માટે હાવી થઇ જાય, પરંતુ એનું અસ્તિત્વ સ્થાયી નથી હોતું. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ ૧૦૦ કરોડના ત્રણ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. સોમનાથ ટૂરિસ્ટ સ્પોટને અન્ય શહેરો સાથે કનેક્ટિવિટી પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.


સોમનાથ મંદિર ખાતે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા શ્લોકાચાર સાથે લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે હું ભલે વીડિયો-કોન્ફરન્સથી જાેડાયો હોવ, પરંતુ મનથી સ્વયં ભગવાન સોમનાથનાં ચરણોમાં હોવાનો અનુભવ કરું છું. મારું સૌભાગ્ય છે કે આ પુણ્ય સ્થાનની સેવા કરવાનો અવસર મળ્યો છે. લોહપુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરતાં હું કહું છું કે ભારતના પ્રાચીન ગૌરવને પુનર્જિવિત કરવાની ઇચ્છાશક્તિ દર્શાવી હતી. સરદારે સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જાેડી હતી. શિવ જ વિનાશમાં વિકાસની સંભાવનાઓ આપે છે અને સમય મુજબ આવતી પરિસ્થિતિને લડવાની હિંમત પણ શિવ જ આપે છે. સોમનાથ મંદિર હજારો વર્ષોથી પ્રેરણા આપી રહ્યું છે. આસ્થાને આંતકથી કચડી શકાતી નથી, એનું પ્રતીક સોમનાથ મંદિર છે. સોમનાથ મંદિરને નેસ્ત નાબૂદ કરવા અનેકવાર હુમલાઓ થયા છે, તેમ છતાં દર વખતે સોમનાથ મંદિર ફરી ઊભું થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/