fbpx
ગુજરાત

ટોકિયોમાં સિલ્વર મેડલ જીતતાં સુંઢિયાની ભાવિનાનું ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન ૧.૨૫ લાખનો પુરસ્કાર આપશે

વડનગર તાલુકાના સુંઢિયાની ભાવિના પટેલે ટોકયો ખાતે પેરા ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં તાજેતરમાં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર દેશની સાથે પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યુ છે. જેને પગલે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ભાવિના પટેલને રૂ.૧.૨૫ લાખનું રોકડનું ઈનામ તેમજ શ્રી ઉમિયા ચંદ્રક આપીને સન્માનિત કરાશે.ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઈ પટેલ(મમ્મી) અને મંત્રી દિલીપભાઈ પટેલ (નેતાજી)એ જણાવ્યું કે, જાપાનના ટોકયો ખાતે પેરાલિમ્પિકમાં ભાગ લેવા ગઈ તે અગાઉ ઉમિયા માતાજી સંસ્થાનના હોદ્દેદારોએ ભાવિના પટેલને માતાજીનો ફોટો, ખેસ અને પ્રસાદ આપી ટેબલ ટેનિસની રમતમાં સિદ્ધિ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉમિયા માતાજીના આશીર્વાદ અને ભાવિના પટેલની સખત મહેનતથી સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. ઉમિયા માતાજી સંસ્થાન તરફથી ઉમિયા માતાજીના આશીર્વાદરૂપે ભાવિના પટેલને શ્રી ઉમિયા ચંદ્રક અને રૂપિયા ૧.૨૫ લાખની રકમથી સન્માનિત કરાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/