fbpx
ગુજરાત

સુરતના મોલમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે પાર્ટીનું આયોજન

સુરતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે મગદલ્લાના રાહુલ રાજ મોલના બેંકવીડ હોલમાં યોજાયેલી પાર્ટીનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં ઉમરા પોલીસે પાર્ટી આયોજક વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોરોના મહામારીની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે. તેવા સંજાેગોમાં તકેદારીના પગલા રૂપે માસ્ક પહેરવું અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવું અનિવાર્ય છે. પરંતુ હજી પણ આ બાબતે કેટલાક લોકો ગંભીરતા દાખવી રહ્યા નથી.

આવો જ એક વિડીયો ગત રોજ સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયો હતો. જેમાં મિ.ધ્વનીલ, જપનામ જપનામ, કાશી પુર વાલે બાબા કી જય અને ક્લબ ઇન્ફીનીટી સુરતના ટેગ સાથે વાઇરલ થયેલા વિડીયોમાં અંદાજે ૧૦૦થી વધુ યુવક-યુવતી હરે કૃષ્ણ હરે રામ…ગીત પર માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ જાળવ્યા વિના મ્યુઝિકના તાલે પાર્ટીમાં ઝુમી રહ્યા હતા. જેને પગલે દોડતી થયેલી ઉમરા પોલીસે મગદલ્લાના રાહુલ રાજ મોલના બેંક્વીડ હોલમાં ગત શનિવારે સાંજે ૫થી ૭ વાગ્યાના દરમિયાન મ્યુઝિક્લ પાર્ટીનું આયોજન કરનાર પ્રેમકિશન કિશોગર ગઝર (ઉ.વ. ૩૧ રહે. એ ૪૦૪, પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ, આનંદ મહલ રોડ, અડાજણ) વિરૂધ્ધ જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/