fbpx
ગુજરાત

અમદાવાદના બિલ્ડરો આઇટીની ઝપટમાં આવી જાય તેવા સંકેતો

નીલા ઇન્ફ્રાસ્ટચર લિમિટેડ અને તેની સાથે સંકળાયેલા રિયલ એસ્ટેટ બ્રોકર અશોકકુમાર ભંડારી, દિપક ઠક્કર, યોગેશ પુજારા, પ્રશાંત શરખેડી, જગદીશ પવારા, શીતલ ઝાલાના બોપલ આંબલી રોડ, જજીસ બંગલો રોડ, થલતેજમાં આવેલા બંગલામાં દરોડા પાડતા જમીન ખરીદીના સોદાઓ અને મોટા પ્રોજેક્ટમાં કેટલુ રોકાણ કરવામા આવ્યુ તેના દસ્તાવેજાે મળી આવ્યા છે જેની ગણતરી કરવામા આવી છે. રોકડ રકમ અને જવેરાત પણ મળી આવ્યુ છે જાે કે, સરકારી વેલ્યુઅરની મદદ પણ લેવાઇ છે.રિયલ એસ્ટેટ બ્રોકર અશોક ભંડારી અને દિપક ઠક્કર દ્રારા કરોડો રૃપિયાનુ રોકાણ કર્યુ હોવાના પુરાવા મળી આવ્યા છે જેના આધારે ટેકસ ચોરીનો અંદાજ લગાવવામા આવી રહ્યો છે. દરોડાનુ ડાયરેક્ટ મોનિટરિંગ સીબીડીટી નવી દિલ્હી દ્રારા કરવામા આવી રહ્યુ છે.નજીકના દિવસોમાં અમદાવાદના બિલ્ડરો આઇટીની ઝપટમાં આવી જાય તેવા સંકેતો મળ્યા છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ સમભાવ ગ્રુપના માલિક કિરણ વડોદરિયા અને મનોજ વડોદરિયા અને તેમની સાથે સંકળાયેલા છ જેટલા રિયલ એસ્ટેટ બ્રોકરોને ત્યાં દરોડાની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રાખતા કરોડો રૃપિયાના બેન્કીગ ટ્રાન્ઝેક્શન અને બ્લેકમની સંબધિત દસ્તાવેજાે કોથળા ભરીને જપ્ત કર્યા છે. આઇટીના ૧૨૫ અધિકારીઓએ સમભાવ હાઉસમાં નીલા ઇન્ફ્રાસ્ટ્‌ર્કચર લમિટેડની ઓફિસમાં દરોડાની કામગીરી હાથ ધરી હતી. દરોડા દરમ્યાન એક ઔદ્યોગિક જૂથ પાસેથી ઇન્ફ્રકચર ડેવલપમેન્ટના કામ માટે મોટી રકમ રોકડમાં લઇને હેરાફેરી કરી હોવાનુ પણ આઇટીના ધ્યાનમાં આવ્યુ છે.દરો.ડા દરમ્યાન જુદી જુદી જગ્યાએ ૩ કરોડની રોકડ રકમ મળી છે. આ ઉપરાંત દસ બેન્ક લોકરો સીલ કરાયા છે. મોબાઇલ ફોનમાંથી પણ મહત્વના ડેટા મળ્યા છે જેની તપાસ ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/