fbpx
ગુજરાત

સુરતમાં ભાઈ-બહેનની જાેડી છેતરપીંડી કરતી ઝડપાઈ

સુરતના કતારગામ વિસ્તારમાં સામે આવ્યો જેમાં કતારગામ પોલીસે લોકો સોશિયલ મીડિયાના મારફતે અલગ અલગ એકાઉન્ટ બનવવી ને લોકો સાથે છેતરપિંડી કરતા સગા ભાઈ-બહેનની ધરપકડ કરી છે. કતારગામના આધેડ સાથે ફ્રેન્ડશિપ ક્લબમાં જાેડાવાની વાતો કરી એક મિટિંગે રૂપિયા ૧૦ હજાર મળશે તેમ કહી મેમ્બરશિપના નામે ૭.૪૩ લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસ પકડમાં ઉભેલા આ બંને ભાઈ-બહેન શહેરના એક કોલ સેન્ટરમાં ૩૦-૩૦ હાજરના પગારમાં નોકરી કરતા હતા અને આવી રીતે લોકોને વાતોમાં ભોળવી કે બ્લેકમેલિંગ કરી રૂપિયા પડવાતા હતા. પહેલા તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ત્યાંના ગુનામાં બને ભાઈ-બહેનની ધરપકડ કરી ત્યાર બાદ સુરતના કતારગામ વિસ્તારમાં પણ એક આધેડનો લાખોમાં શિકાર કર્યો છે,

જેના આધારે કતારગામ પોલીસે તે ગુનામાં ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.સુરત લોકોને અલગ અલગ હ્લમ્ એકાઉન્ટ મારફતે મિત્ર બનાવવાની લાલચ આપી લોકો છેતરપિંડી કરતી ભાઈ – બહેનની જાેડીને સુરત પોલીસે ઝડપી પડી છે. કતારગામ પોલીસે ભાઈ-બહેન ની ધરપકડ કરી આ મામલે તપાસ શરૂ કરી છે.સુરત સહિત ગુજરાતમાં પણ મોટા કોલ સેન્ટરો ધમધમી રહ્યા હોય તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે પહેલા તો આવા ફેક કોલ કે આઈડી ગુજરાત બહારથી ઓપરેટ થતા હતા,

પણ હવે તો ગુજરાતના મોટા શહેરમાં આવા સેન્ટરો શરૂ થયા છે હાલમાં જેટલા ગુના બની રહ્યા છે તેમાં મોટા ભાગના ગુનાઓ સોશિયલ મીડિયા મારફતે બનતા હોય છે. સુરત જ નહીં પણ ગુજરાતમાં મોટા પાયે લોકોને છેતરવા કોલ સેન્ટરો ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો બહારના રાજ્યોમાંથી આવા કોલ સેન્ટરો ચાલતા હતા પણ હવે તો આમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પણ આવા સેન્ટરો ધમધમી રહ્યા છે.હાલમાં તો કતારગામ પોલીસે સની પંકજ પારેખ અને તેની બહેન નેહાની ધરપકડ કરી તપાસ કરી છે, જેમાં સુરતમાં આવા કેટલા લોકોની સાથે છેતરપિંડી કરી તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/