fbpx
ગુજરાત

નાસ્તા શોખીનો ચાઇનીઝ-પંજાબી નાસ્તામા આજીમોટો ઝેર આરોગે છે કે શું……?


કોરોના હવે ખતમ થવા તરફ જઈ રહ્યો છે તે સાથે દેશ ભરમાં સરકાર દ્વારા વેક્સિન આપવાનું અભિયાન જાેર શોરથી ચાલી રહ્યું છે. જ્યારે કે વિશ્વના કેટલાક દિવસો કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. દેશમાં કોરોના કેસો નહીવત રહેતા સરકારે દેશભરમાં મોટાભાગના બિઝનેસ ક્ષેત્રો સહિતના આમ પ્રજા સાથે જાેડાયેલા તમામ પ્રકારના ધાર્મિક સામાજિક સહિતના વિવિધ કાર્યક્રમો માટે છૂટછાટ આપી દીધી છે. પરિણામે આમ પ્રજામાં મોટો હાશકારો થયો છે. પરંતુ વિવિધ છૂટછાટો મળતા બહારનો નાસ્તો કરતા નાસ્તા પ્રેમીઓ પાવભાજી, વડા પાઉં કરતા ચાઈનીઝ તથા પંજાબી લારીઓ અને નાસ્તા હાઉસો- સ્થળો પર વધુ તૂટી પડ્યા છે તેમાં પણ યુવાધન મોટા પ્રમાણમાં હોય છે.સાજે લટાર મારવા નીકળો તો ચાઈનિઝ નાસ્તા બનાવતા સ્થળો પર વધુ ભીડ જાેવા મળે છે…. પણ સ્વાદિષ્ટ બનાવતા ચાઈનીઝ ખાદ્યોમાં આજીનોમોટો વાપરવામાં આવે છે જે એક ધીમું પરંતુ તીવ્ર ઝેર છે્‌. સફેદ રંગનો ચમકતો પદાર્થ “મોનોસોડિયમ ગ્લુટામેટ'” એટલે આજીનો મોટો ક્ષાર…. દેશમા મોટાભાગના લોકો આ શું પદાર્થ છે તે જાણતા જ નથી…..!

આજીનો મોટો ધીમુ નહીં પરંતુ તીવ્ર ઝેર છે….સફેદ રંગનો ચમકતો પદાર્થ એટલે કે આજીનોમોટો સોડિયમ ક્ષાર. જે સ્વાદ વધારવા માટેનું કેમિકલ ચાઇનીઝ પંજાબી વાનગીઓ માં ઉપયોગમાં લેવાય છે. આને કારણે આવું ખાનારની સ્વાદ ગ્રંથીની ક્રિયા ધીમી કરી નાખે છે તેથી તમને ખોરાકના સ્વાદની ખબર જ ન પડે.. અને આજીનોલોટ ખોરાકની નબળી ગુણવત્ત છુપાવવા વાપરવામાં આવે છે. જે આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ગુજરાતમાં આરોગ્યતંત્ર છે તો રાજ્યભરના નાના-મોટા શહેરોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય કે લોકોના આરોગ્યની જાળવણી માટે અનેક પ્રકારના ખાદ્ય ખોરાકોની ચકાસણી કરે છે. જેમાં ખાસ તો મીઠાઈઓ અને ફરસાણ ની દુકાન ઉપર ખાસ તપાસ કરે છે.અત્યારે અનેક સ્થળોએ આરોગ્ય તંત્ર ખાદ્ય પદાર્થોની તપાસ કરી રહ્યું છે. પરંતુ તંત્રને જેનુ જ્ઞાન માહિતી છે તેની તપાસ કરાવે છે. પંજાબી- ચાઇનીઝ ખાવાની વાનગીઓ બનાવતા સ્થળો પર તપાસ કે ચકાસણી કરતા નથીપ..! જાણકારી મુજબ આ માટે આરોગ્ય તંત્રએ ધ્યાન જ આપ્યું નથી એમ કહીએ તો ખોટું નથી…..!


જેને “આજીનોમોટો” કહીએ છીએ તે એક કંપનીનું નામ છે આ પદાર્થ મેલ્ટ થઈને વેજીટેબલ્સ પર કોટિંગ થઇ જાય છે. એટલે તેના સ્વાદ સુગંધ નાશ પામતા નથી… પરંતુ ખાનારને ખબર નથી કે “એમએસજી” પાચન કે ન્યુ ટ્રેશન માટે હાનિકારક પદાર્થ છે. હવે તેનાથી થતા નુકસાન જાેવામાં આવે તો ખટાશ સાથે આજીનો મોટો ખાવામાં આવે તો શરીર પર ખંજવાળ આવે છે, ફોલ્લીઓ થાય છે, માથાનો દુખાવો, પરસેવો, ચક્કર આવવા જેવા રોગો નાના મોટા દરેકને થાય છે. તેનો વધુ ઉપયોગ મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે, શરીરમાં પાણીની અછત ઊભી કરે છે, મોઢા પર સોજિ કે ચામડી ખેચાવી જેવી આડઅસરો થાય છે. તેનો વધુ ઉપયોગ ધીમે ધીમે શરદી, ખાંસી, આળસુપણુ,થાક લાગવો, છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ વગેરે ધીરે ધીરે થતાં જાય છે.

આ સિવાય પેટમાં દુખાવો અને જાડા જેવી સામાન્ય આડઅસરો પણ થાય છે તેમજ આજીનોમોટો પગના સ્નાયુનો દુખાવો હાડકાને નબળા કરે છે, માથામાં સતત દુખાવો રહેતો હોય તેને ચાઇનીઝ પંજાબી વસ્તુ ખાવાની બંધ કરી દેવી જાેઈએ. આજીનો મોટો બાળકો માટે ખૂબ હાનિકારક છે… મેગી- નૂડલ્સ ખાનારા બાળકો માથાના દુખાવાની ફરિયાદ કરે છે. ઉપરાંત તેમના શારીરિક, માનસિક વિકાસને પણ અસર કરે છે અને સ્થૂળતા પણ આવી જાય છે. ત્યારે હવે ચાઇનીઝ- પંજાબી વાનગી ખાનારાઓએ ચેતી જવાની જરૂર છે. તે સાથે રાજ્યના આરોગ્ય તંત્રએ આ બાબતમા ઊંડા ઊતરી ચકાસણી કરી પગલા લેવા પણ જરૂરી છે…..!

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/