fbpx
ગુજરાત

સુરતની ખાનગી સિક્યોરિટી કંપનીએ પરપ્રાંતિય ગાર્ડની વિગત ફરજિયાત પોલીસ સ્ટેશનમાં આપવી

રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ થાય છે. આવા ગુન્હાઓને શોધી કાઢવા માટે સૂરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ માટે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં જુના મોબાઈલ લે વેચ કરનારા વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું ફરજિયાત નોંધવાનું રહેશે. આ ઉપરાંત મોબાઈલની વિગત, આઈએમઈઆઈ નં.ની વિગતની એક નકલ પોતાની પાસે રાખી બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

આ જાહેરનામાનો અમલ તા.૦૧/૧૦/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી તા.૨૯/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.સુરત પોલીસે જણાવ્યું હતું કે, શહેરમાં સુલેહ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાનગી સિક્યોરિટીના સંચાલકો માટે પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં ખાનગી સિક્યોરિટી કંપની ચલાવતા સંચાલકોએ તેઓની કંપનીમાં હથિયારી પરપ્રાંતિય ગાર્ડની સંપૂર્ણ માહિતી પોલીસ કમિશનરની કચેરી ખાતે લાયસન્સ બ્રાંચમાં આપવાની રહેશે. તેમજ આ વિગત જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં નિયત નમૂનામાં આપવાની રહેશે.

પરપ્રાંતિય હથિયારી ગાર્ડના હથિયાર લાયસન્સનું વેરીફીકેશન પોલીસ મારફતે કરવામાં આવે ત્યારે નોટીસ મળ્યેથી અથવા માંગણી કરવાથી હથિયારી ગાર્ડ તથા તેનું હથિયાર તથા લાયસન્સ જે તે સિક્યોરિટી કંપની કે ખાનગી પેઢી/ફેક્ટરી વગેરે સ્થળના માલિકે રજુ કરવાની રહેશે. આ ઉપરાંત ખાનગી સિક્યોરિટી કંપની ચલાવતા સંચાલકોએ તેમની કંપનીમાં બિનહથિયારી ધારી પરપ્રાંતિય ગાર્ડની વિગત જેતે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. આ જાહેરનામુ તા.૦૧/૧૦/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યાથી તા.૨૯/૧૧/૨૦૨૧ ના રાત્રીના ૧૨ઃ૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/