fbpx
ગુજરાત

માણેકબા પીટીસી કોલેજના ગેટ પાસે બે વિદ્યાર્થિની પર વીજળી પડી ,૧નું મોત

અમદાવાદ સહિત ગાંધીનગરમાં નવરાત્રિના એક દિવસ અગાઉ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. થોડા દિવસો અગાઉ પણ આજ રીતે વરસાદ સાથે જુના સચિવાલયના ગાર્ડન પાસે વીજળી પડતાં પંચાયતના કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું હતું.ત્યારે આજે પણ અડાલજ માણેકબા કોલેજ ના ગેટ પાસે વીજળી પડવાથી ૧૮ વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અડાલજ ખાતે રહેતી ૧૮ વર્ષીય આરતી જાડેજા અને નમ્રતા ઠાકોર નામની બે યુવતીઓ આજે અડાલજ માણેકબા કૉલેજના ગેટ પાસે ઉભી હતી. ત્યારે પાંચેક વાગ્યાના અરસામાં કડાકા ભડકાની સાથે વરસાદ શરૂ થયો હતો.ગાંધીનગરમાં નવરાત્રિના એક દિવસ અગાઉ જ વરસાદનું આગમન થયું છે. ત્યારે ઢળતી સાંજે કડાકા ભડાકા સાથે અડાલજના માણેકબા પીટીસી કૉલેજના ગેટ પાસેના ઝાડ નીચે ઉભી રહેલી બે વિદ્યાર્થિનીઓ પર વીજળી પડતાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે.

જેનાં ટૂંક સમયમાં લગ્ન પણ થવાના હતા. જેની કંકોત્રી પણ વહેંચાઈ ગઈ હતી. જ્યારે એક યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે. જેથી વરસાદથી બચવા બન્ને બહેનપણીઓ ગેટ પાસેના ઝાડ નીચે જઈને ઉભી રહી ગઈ હતી. તે વખતે અચાનક જાેરદાર ધડાકા સાથે વીજળી પડી હતી જેના કારણે બંને યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કોલેજ છૂટવાના સમયે વીજળી પડવાથી મોટી સંખ્યામાં અન્ય વિદ્યાર્થિનીઓ પણ ગભરાઈ જવા પામી હતી. બંને બહેનપણીઓ પૈકી નમ્રતા ઠાકોર ત્યાં જ ઢળી પડી હતી. બનાવના પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બન્ને ને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે નમ્રતાને મૃત જાહેર કરી હતી. અને આરતી ની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે કોલેજના પ્રિન્સિપાલ સહિતના સ્ટાફ કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અંગે કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે અડાલજના ખોરજ ખોડિયાર ગામે રહેતી આરતી જાડેજા અને નમ્રતા ઠાકોર પીટીસીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી કોલેજ છૂટવા પછી અચાનક વરસાદ શરૂ થતા બંને જણા ઝાડ નીચે ઊભા હતા એ વખતે વીજળી પડવાથી નમ્રતાનો દુઃખદ અવસાન થયું છે ત્યારે આરતીને સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/