fbpx
ગુજરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં બેઠકો વધારી તેમ છતાં હજુ પણ ૪૭ ટકા બેઠકો ખાલી

કોરોના મહામારીના કારણે શક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત બોર્ડનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું હતું. માસ પ્રમોશનને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે વિવિધ વિદ્યાશાખાની બેઠકો વધારવામાં આવી હતી.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજાેમાં સ્નાતક કક્ષાની હજી ૪૭ ટકા બેઠકો ખાલી હોવાની માહિતી સામે આવી રહી છે.

હજી પણ પ્રવેશ પ્રક્રિયા કોલેજાેમાં ચાલી રહી છે. ધોરણ ૧૨માં માસ પ્રમોશન આપ્યા બાદ વર્ષ ૨૦૨૧-૨૧માં વિવિધ અભ્યાસક્રમોની કુલ ૪૭,૩૫૦ બેઠકો હતી, જે વધારીને ૨૦૨૧-૨૨માં ૫૬,૧૦૧ કરવામાં આવી છે, આમ બેઠકોમાં ૮૭૫૧ બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જાેકે તેમ છતાં અત્યારસુધી બીએસસી, બીબીએ, બીસીએ અને બીકોમમાં ૩૯ ટકા જ પ્રવેશ આપવામાં આવ્યો છે, કુલ ૫૬,૧૦૧ બેઠકોમાંથી હજી ૨૯,૮૪૪ વિદ્યાર્થીઓએ જ ઓનલાઇન પ્રવેશ કન્ફ્રર્મ કરાવ્યા છે. જાેકે હજી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે.

એટલે જાેવાનું રહે છે કે હજી કેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોલેજાેમાં પ્રવેશને કન્ફ્રર્મ કરાવવામાં આવે છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા સ્નાતકના પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાને બે મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. બી.કોમ માટે ૩૪,૯૨૪, બીબીએ માટે ૭,૯૬૯, બીસીએ માટે ૧૩,૧૩૨, અને બીએસસી માટે ૨૦,૮૨૦ મળીને કુલ ૭૬,૮૪૫ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે માટેની બેઠકો અનુક્રમે ૩૨,૯૬૬, ૪૧૨૫, ૬૪૬૦ અને ૧૨,૫૫૦ મળીને કુલ ૫૬,૧૦૧ બેઠકો છે. ૧૬મી ઓક્ટોબરના રોજ બીકોમમાં ૧૭,૩૪૩, બીબીએમાં ૨૮૨૧, બીસીએમાં ૪૧૦૯ અને બીએસસીમાં ૫૫૭૧ મળીને કુલ ૨૯,૮૪૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા, જેટલા ફોર્મ ભરાયા છે તેના ૩૮.૮૪ ટકા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધા હતા, અને હજી ૪૭ ટકા બેઠકો ખાલી પડી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/