fbpx
ગુજરાત

સરકારે ની નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી આપતા કોંગ્રેસે પ્રહાર કર્યા

આ પોલિસીમાં દિવ્યાંગો અને સિનિયર સિટીઝન્સ માટે ૧૦ ટકા પાર્કિંગ સ્પેસ ખાલી રાખવાની પણ વિચારણા છે. ટ્રાફિક જંકશન અને ઝેબ્રા ક્રોસિંગથી પાર્કિંગ સ્પેસ દૂર રાખવામાં આવશે. ઉપરાંત સ્થાનિક વિસ્તારોમાં ખાલી રહેતા પાર્કિંગ સ્પેસ માટે શેરિંગવાળા પાર્કિંગ ઉભા કરવાની વાત કરવામાં આવી છે. પાર્કિંગ સ્પેસ માટે વાર્ષિક પરમીટ ઈશ્યુ થશે. ટુ વહીલર માટે વિસ્તાર પ્રમાણે પ્રતિ કલાક ૧૦થી ૧૫ રૂપિયાનો ચાર્જ વસૂલવા અને ફોર વહીલર માટે ૨૦થી ૨૫ રૂપિયા ચાર્જ વસૂલવાની પણ વિચારણા હતી. પાર્કિંગ ચાર્જથી ભેગી થયેલી રકમ રસ્તાના રિસરફેસિંગ અને પેચ વર્ક માટે ઉપયોગમાં લેવાના અહેવાલ સામે આવ્યા હતા. અને ટ્રાફિક વિભાગના સંકલનમાં ટોઇંગ માટેની એસ.ઓ.પી. બનાવવા પણ વિચારણા કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. અને ટૂંક સમયમાં તબક્કાવાર અમલમાં આવશે. સપ્ટેમ્બરમાં, છસ્ઝ્રની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં એક ફેરફાર સૂચવવામાં આવ્યો હતો. જેમાં નિયમો મુજબ નાગરિકોએ વાહન ખરીદતા પહેલા તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. ત્યારબાદ આ ડ્રાફ્ટ રાજ્ય કક્ષાની સમિતિને સોંપવામાં આવ્યો હતો. જેને રાજ્ય સરકારે ૧૬ ઓક્ટોબરે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી હતી. નવી નીતિ એવી રીતે ઘડવામાં આવી છે કે તે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારોની પાર્કિંગની જરૂરિયાતો પૂરી કરે છે. કોર્પોરેશન તબક્કાવાર રીતે પોલિસીનો અમલ કરશે કારણ કે એકસાથે અમલીકરણ શક્ય નથી. છસ્ઝ્ર દરેક તબક્કાના અમલીકરણ પહેલા અને પછી જાગૃતિ અભિયાન ચલાવશે. નવી નીતિ હેઠળ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે. આ ઉપરાંત છસ્ઝ્રની રહેણાંક સોસાયટીઓની આસપાસ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના છે. છસ્ઝ્ર એ પાર્કિંગ પોલીસી જાહેર કરતાની સાથે જ વિપક્ષ સક્રીય થઈ ગયું છે. વિપક્ષે પાર્કિંગ પોલીસીને લઈને સવાલો ઉભા કર્યા છે સાથે જ આક્ષેપ લગાવ્યા છે કે આ પોલીસી અમદાવાદની જનતાને લૂંટવાના ઈરાદે બનાવવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/