fbpx
ગુજરાત

રખડતાં પશુઓના ત્રાસમાંથી સુરત મુક્ત થયાનો દાવો પાટિલે કર્યો

પહેલા પશુ પકડાય તો મહાનગર પાલિકા દ્વારા પશુના કાનમાં ટેગ લગાવામાં આવતા હતા. પરંતુ પશુના માલિકો કાન પરથી ટેગ દુર કરતા હતા, એટલે સુરત મહાનગર પાલિકાએ નવી પદ્ધતિ અપનાવી છે. જેથી હવે પશુઓ કેટલી વાર પકડાયા તેની તમામ માહિતી મળી જશે. જાે કે, હજુ સુરતના રોડ પર પશુઓની હાજરી તો જાેવા મળી રહી છે. હજુ સુરત શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ત્યારે હવે જાેવું રહ્યું કે નવી પોલીસી કેટલી કારગત નીવડે છે.રોડ પર રખડતા પશુઓના ત્રાસમાંથી સુરત શહેર મુક્ત થઈ ગયું છે. આ દાવો કર્યો છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. ત્યારે સુરતના રોડ પર ખરેખર રખડતા પશુઓ નથી દેખાતા ?

શું ઢોરના ત્રાસમાંથી જનતાને મુક્તિ મળી ગઈ છે ? તે જાણવાનો ટીવી નાઈનની ટીમે પ્રયાસ કર્યો. જણાવી દઈએ કે સી.આર. પાટીલે વડોદરામાં સુરતમાં રોડ પરથી પશુઓના ત્રાસ દૂર થયાની દાવો કર્યો છે. ત્યારે આ દાવામાં કેટલો દમ છે કેટલી હકીકત છે ? સુરતના રોડ પર ખરેખર હવે પશુઓ નથી જાેવા મળતા ? તપાસ કરતા સામે એ આવ્યું કે સુરત મહાનગર પાલિકા રોડ પરથી પશુઓ હટાવવા માટે એક્શનમાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા પશુઓને પકડવાની કામગીરી તેજ પણ થઈ છે. ત્યારે એક માસમાં મહાનગર પાલિકાની ટીમે કેટલા પશુઓને પકડ્યા તેના આંકડા પર નજર કરીએ તો, ૪૫૭ પશુઓને પુરવામાં આવ્યા છે. જેમાં ૧૪૭ પશુઓને સ્થળ પર દંડ વસુલી છોડવામાં આવ્યા છે. ૧૪૬ પશુઓને બાદમાં દંડ લઈને મુક્ત કર્યા છે. તો હવે ઢોર પકડાય તો દંડ વધારવામાં આવ્યો છે. પહેલા ઢોર પકડાય તો ૧૫૦ રૂપિયા એક દિવસ માટે હતા. હવે એક દિવસનો દંડ વધારીને ૭૫૦ કરવામાં આવ્યો છે. પશુ પકડાય તો હવે પશુના શરીરમાં ઇહ્લૈંડ્ઢ લગાવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/