fbpx
ગુજરાત

પોલીસકર્મચારીઓને આજના પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પેટ્રોલ એલાઉન્સ તો આપવામાં જ આવતું નથી

આજે સ્કૂલમાં એક બાળકને ભણવાની ફી ૫૦૦૦૦થી શરૂ થાય છે અને મધ્યમ પ્રકારની સ્કૂલમાં મૂકે તો પણ ૭૫થી ૮૦૦૦૦ ફી થાય છે. કુલ પગારમાંથી કપાત થઈ કોન્સ્ટેબલનો પગાર અંદાજે ૨૪૦૦૦, હેડ કોન્સ્ટેબલને ૩૦૦૦૦ જ્યારે છજીૈંને ૩૫૦૦૦ પગાર મળતો હોય છે. આટલા પગારમાં ઘરભાડું, બાળકોની ફી, પેટ્રોલ ખર્ચ, લાઈટબિલ, ગેસબિલ, અન્ય ખર્ચાઓ કઈ રીતે પુરા કરે ? આજે પોલીસકર્મચારીઓને વર્ષો જૂની પોલીસ લાઈનમાં રહેવું પડે છે. પોલીસલાઈન પણ ઓછી હોવાથી તેમાં પણ કેટલાંક પોલીસ કર્મચારીઓને મકાન મળતા નથી. ઓછો પગાર હોવાના કારણે ભાડાના મકાનમાં રહી શકતા નથી. સરકારે પોલીસ સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. વર્ષોથી ચાલી આવતા ભથ્થામાં પેટ્રોલ એલાઉન્સ આપવું જાેઈએ. જાે ગ્રેડ પેમાં વધારો કરવામાં આવે તો દર વર્ષે જે પગાર વધારો થાય છે તેમ વધારો થતાં પોલીસ કર્મચારીઓને રાહત મળી શકે છે. પછાત તેમજ અન્ય રાજ્યોમાં પોલીસકર્મચારીઓનો ગ્રેડ-પે ગુજરાત રાજ્ય કરતાં પણ વધારે છે પરંતુ દેશમાં જેના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી છે એમના જ રાજયમાં પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે ઓછો છે. ૨૪ કલાક પ્રજા, નેતાઓની સુરક્ષા તેમજ શાંતિ જળવાય તેના માટે ૨૪ કલાક સતત ખડે પગે રહેતી પોલીસકર્મચારીઓ વિશે સરકાર હકારાત્મક વિચારી ગ્રેડ-પે ૨૮૦૦, ૩૬૦૦ અને ૪૨૦૦ કરી રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પે વધારા મામલે હવે પોલીસકર્મીઓ આંદોલનના મૂડમાં છે. કેટલાક પોલીસકર્મીઓ ધરણા અને અન્ન-જળનો ત્યાગ કરી રહ્યાં છે. ગુજરાત પોલીસના કર્મચારીઓની માગણીને લઇ સરકાર સામે રજુઆતો થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસના કર્મચારીને આ મોંઘવારીમાં હાલના ગ્રેડ પે મુજબ મળતાં પગારથી રાજય સરકાર પોલીસ કર્મચારીઓને ૨૮૦૦, ૩૬૦૦ અને ૪૨૦૦નો ગ્રેડ-પે કરી આપે તેવી માગ છે, જેનાથી તેમનો પગાર વધશે અને સતત માનસિક-શારીરિક થાક વચ્ચે પ્રજાની સુરક્ષા કરતા પોલીસકર્મીઓ પરિવાર સાથે સારી જિંદગી વિતાવી શકશે. પોલીસ દિવસ-રાત ૨૪ કલાક સતત માનસિક-શારિરીક ત્રાસ વચ્ચે પ્રજાની સેવા અને સુરક્ષા માટે છે પરંતુ પોલીસ કર્મચારીઓને પગાર મુદ્દે સરકાર અન્યાય કરી રહી છે. રાજ્યમાં બીજા વિભાગમાં વર્ગ ૩ના કર્મચારીઓનો ગ્રેડ પે પોલીસ વિભાગના કર્મચારીઓ કરતા ઘણો વધુ છે. કોન્સ્ટેબલને હાલના પગાર મુજબ ગ્રેડ પે ૧૮૦૦, હેડ કોન્સ્ટેબલનો ૨૦૦૦ અને છજીૈંનો ગ્રેડ પે ૨૪૦૦ છે. આ મુજબ પગાર ધોરણમાં પોલીસકર્મચારીઓને આજના મોંઘવારીના જમાનામાં પૂરું થતું નથી. પોલીસકર્મચારીઓને આજના પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે પેટ્રોલ એલાઉન્સ તો આપવામાં જ આવતું નથી. સાઇકલ એલાઉન્સ તરીકે ૨૦ રૂપિયા, વોશિંગ એલાઉન્સ ૨૫ રૂપિયા, સ્પેશિયલ એલાઉન્સ ૬૦ રૂપિયા અને મેડિકલ એલાઉન્સ ૬૦૦ રૂપિયા મળે છે. માત્ર અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મચારીઓને ૮૦૦ રૂપિયા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ મળે છે. આ ભથ્થા વર્ષોથી મળે છે જેમાં કોઈ વધારો નથી. આજના પેટ્રોલ-ડીઝલના ભાવ સામે આ સાઇકલ એલાઉન્સ આપવું કેટલું યોગ્ય છે? મેડિકલ એલાઉન્સ આજે એક વાર ડોક્ટરને બતાવવાની ફી કરતા પણ ઓછું આપવામાં આવે છે. આ પોલીસકર્મચારીઓ સાથે અન્યાય નથી તો બીજું શું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/