fbpx
ગુજરાત

કમોસમી વરસાદના પગલે સુરતમાં ઘણા લગ્નો ખોરવાયા

સુરતમાં તા.૨૦ અને ૨૧મી નવેમ્બરના રોજ શહેરમાં ૨૫૦થી ૩૦૦ જેટલા લગ્નોનું આયોજન છે. પરંતુ શહેરમાં વરસાદ પડવાને કારણે જેમના ઘરે લગ્ન છે તેવા લોકોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. તા.૨૦ અને ૨૧ નવેમ્બરના રોજ જેમના ઘરે લગ્નો છે તેમના દ્વારા એક દિવસ અગાઉ જ આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મમાં લગ્નો છે તેવા લોકો ડોમની વ્યવસ્થા કરી રહ્યા છે.૧૯મી નવેમ્બરે સાંજે ૫-૩૦ વાગ્યા પછી શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ૧૫૦થી ?વધુ લગ્નો અટવાયા હતાં. વરસાદ આવતાની સાથે જ જેમના ઘરે લગ્નો હતા ત્યાંં ભાગદોડ મચી હતી. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં મંડપો પાર્કિંગમાં ખસેડાયા હતાં. જ્યારે અમુક જગ્યા પર લગ્ન મંડપ પર તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૦ અને ૨૧મી નવે.એ શહેરમાં ૨૫૦ થી ૩૦૦ લગ્નો છે પરંતુ વરસાદને લઈને જેમના ઘરે લગ્નો છે તેઓમાં ચિંતા ફેલાઈ છે. જેમના લગ્નો ફાર્મ હાઉસમાં છે તેવા લોકો ડોમની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા ત્રિવિધ કાપડિયા કહ્યું,અમારી ટીમ ૧૯મી નવે.એ ૨૮ લગ્ન મેનેજ કરી રહી હતી. પરંતુ વરસાદને કારણે મુશ્કેલી પડી હતી. લગ્ન મંડપો પર તાડપત્રી રાખીને વર-?વધુ ફેરા ફર્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/