fbpx
ગુજરાત

સરકારી નોકરીમાં હોમગાર્ડ જવાનથી માંડીને ય્ઁજીઝ્રમાં ક્લાસ-૧ અધિકારી સુધી અંદાજે કુલ ૨૩,૯૪૨ જેટલી જગ્યાઓ આગામી મહિનાઓમાં ભરવામાં આવશે

ગુજરાતમાં ભરતીની સીઝન શરૂ થઈ હોય એમ લાગી રહ્યું છે, ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. સરકારી નોકરીમાં ્‌ઇમ્, હોમગાર્ડ જવાનથી માંડીને ય્ઁજીઝ્રમાં ક્લાસ-૧ અધિકારી સુધી અંદાજે કુલ ૨૩,૯૪૨ જેટલી જગ્યાઓ આગામી મહિનાઓમાં ભરવામાં આવશે. સરકારી નોકરીનું સપનું જાેનારા ઉમેદવારો પાસે આ ઉત્તમ તક કહી શકાય. હોમગાર્ડ જવાનની ૬૭૦૦, ્‌ઇમ્ની ૭૦૦, ય્ઇડ્ઢની ૬૦૦ જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. હાલ ૬૭૦૦ જેટલા હોમગાર્ડની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. આ માટે ગત બુધવારે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતીપ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના ૩૦૦ રૂપિયા ભથ્થું અને ૪ રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે. ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જીઇઁહ્લ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં ૯.૪૬ લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં ૬.૯૨ લાખ પુરુષ અને ૨.૫૪ લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨, હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ અને એસઆરપી કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે.
ઁજીૈંમાં ૧૩૮૨ પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ૨૦૨ જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે ૯૮ જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની ૭૨ જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) ૧૮, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) ૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) ૬૫૯, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) ૩૨૪ જગ્યા છે. આ પ્રકારે કુલ ૧૩૮૨ જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે ૪ લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે ૩૯૦૦ જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ ૨૦૧૮માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે ૧૦.૪૫ લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જાેકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.
પાલનપુરમાં ય્ઇડ્ઢ(ગ્રામ રક્ષક દળ)ની ૬૦૦ જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં શનિવારે ૬ હજારથી વધુ ઉમેદવારો ઊમટી પડ્યા હતા. પાલનપુરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં બેરોજગારોનો મહાસાગર જાેવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમેદવારો આવતાં ધક્કામુક્કી થઈ હતી. ભરતીપ્રક્રિયાની અવ્યવસ્થાને કારણે અરાજકતા સર્જાઈ હોય એવાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં.
અમદાવાદમાં ્‌ઇમ્માં કુલ ૨૫૦૦ની સ્ટ્રેન્થ છે, જેમાંથી થોડા દિવસ પહેલાં ભ્રષ્ટાચાર કરનારા ૭૦૦ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ ૭૦૦ની ભરતી કરવામાં આવશે. એ માટે નિશ્ચિત માપદંડ હોય છે. એની સાથે હવે તેમને સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને બોડી વોર્ન કેમેરા લગાવવા આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ માટે ૧૮૩ જગ્યા, મદદનીશ વ્યવસ્થાપક વર્ગ-૨ માટે ૬ જગ્યા, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-૧ માટે ૧૩ જગ્યા, જુનિયર ટાઉન પ્લાનર વર્ગ-૨ની ૧ જગ્યા, આમ કુલ મળીને ૨૦૩ જેટલા જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. પહેલા ૧૯ ડિસેમ્બરે તેની પરીક્ષા શરૂ થવા જઈ રહી હતી, પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થવાના કારણે આ તારીખ પાછળ ખસેડવામાં આવી અને પ્રાથમિક કસોટી હવે ૨૬ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી વચ્ચે કુલ ચાર તબક્કામાં યોજાવાની છ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/