fbpx
ગુજરાત રાષ્ટ્રીય

માણસાના પ્રવિણાબેને એક દર્દીને કિડની અને બે બાળકોને આંખો આપી નવજીવન આપ્યું

માણસામાં ટૂંકી માંદગી બાદ મહિલાના મૃત્યુ નિપજતાં પરિવારે અંગોનું દાન કરીને નવો રાહ ચીંધ્યો છે. માણસા શહેરમાં દિવ્ય સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મહેશભાઈ પ્રજાપતિ અરિહંત ચશ્મા ઘર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની પ્રવિણાબેન અને બે પુત્રો સુખમય જિંદગી વિતાવી રહેલાં ભાવેશભાઈ પર થોડા દિવસો અગાઉ અણધારી આફત આવી હતી. પત્ની પ્રવિણાબેનના શરીરમાં લોહી ઓછું હોવાના કારણે અમદાવાદ ખાતે આવેલ કે. ડી. હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં લોહી ચઢાવવામાં આવ્યું હતું. એકાદ અઠવાડિયા સારવાર બાદ પ્રવિણાબેનના માથામાં હેમરેજ થવાના કારણે તેઓ કોમામાં સરી પડ્યાં હતા. લોહી ઓછું હોવાના કારણે ઓપરેશન થઈ શકે તેમ ન હોવાને પગલે ભાવેશભાઈ સહિતનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરંતુ તેમણે હિંમત રાખી સગા-સંબંધી અને સ્વજનો સાથે ચર્ચા કરી પ્રભુ કરે તે સાચું એવું સ્વીકારી પ્રવિણાબેનના અંગોનું દાન કરવાનું નક્કી કરી આગળ આવ્યા હતા. ૨૫ નવેમ્બરના રોજ પ્રવિણાબેનનું સારવાર દરમિયાન મોત નીપજતા તેમની બંને કીડની અને બંને ચક્ષુનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક કીડની હોસ્પિટલમાં જ સારવાર લઈ રહેલા એક દર્દીને મેચ થઈ જતા તેને નવજીવન મળ્યું હતું. તો એક કીડની સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. જ્યારે બે ચક્ષુ બે બાળકોને આપવામાં આવતા તેમને પણ દ્રષ્ટી મળી ગઈ હતી. ભાવેશભાઈના પરિવારમાં શોકની સાથે-સાથે અંગ દાન કરી મહાદાનના સુત્રને સાર્થક કર્યાનો સંતોષ પણ હતો. યોગાનુયોગ પ્રવિણાબેનનું મૃત્યુ થયું ૨૫ નવેમ્બરે તેમના લગ્ન જીવનની ૨૬મી એનિવર્સરી પણ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/