fbpx
ગુજરાત

દેશ માં રાષ્ટ્રપતિ ચંદ્રક “જીવનરક્ષા પદક એવોર્ડ” માટે ૧૦ વોર્ડનો માં બે ગુજરાતી પ્રકાશ વેકરિયા વિજય છૈરા ગૃહરાજ્ય મંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરાયા

અમદાવાદ ખાતે ૦૬, ડિસેમ્બર નાગરિક સંરક્ષણ ના ૫૯ માં સ્થાપના દિવસે હૉમગાર્ડ ભવન, લાલ દરવાજા, અમદાવાદ ખાતે યોજાયેલા સન્માન સમારંભ મા નાગરિક સંરક્ષણ દળ સુરતના ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી વિજય છૈરા અને અમરોલી ડિવીઝન, સુરતના ડિવિઝનલ વોર્ડન શ્રી પ્રકાશકુમાર વેકરીયાને મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા અર્પણ કરાયેલ એવોર્ડ આજ ૬ ડિસેમ્બરના રોજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંધવી સાહેબના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક – “જીવનરક્ષા પદક એવોર્ડ” એનાયત કરાયા હતા. ગત તારીખ ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સમગ્ર દેશમાથી નાગરિક સંરક્ષણ ના ૧૦ વોર્ડનોને શૌર્ય માટેના ચંદ્રકો જાહેર કરાયા હતા, જેમાં સુરતના ઉપરોકત બંને વોર્ડનોને જીવના જોખમે કરેલા રાષ્ટ્રકાર્ય ને બિરદાવતા “જીવનરક્ષા પદક એવોર્ડ” એનાયત થતા સુરત માટે ગર્વનો દિવસ રહ્યો હતો.આજના સ્થાપનાદીન અને એવોર્ડ સમારંભમાં ગૃહ મંત્રી શ્રી ની સાથે ડી. જી. પી. (સી.આઈ.ડી. ક્રાઈમ) શ્રી બિસ્ટ સાહેબ, નાગરિક સંરક્ષણના ડાયરેક્ટર જનરલ શ્રી નિરજા ગોતરુ, ઈન્સપેકટર જનરલ અસાની સાહેબ, ડી.વાય.એસ.પી. અસદ શેખ તથા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ના ઉચ્ચ અધિકારીઓ હાજર રહયાં હતાં.આજ ના આ દિવસને સુરત સિવિલ ડિફેન્સ માટે  ઐતિહાસીક અને બમણી ખુશીનો દિવસ માનતા સુરત માં પણ આ ૫૯ માં સ્થાપના દિવસ ની ઉજવણૂ કરવામાં આવી જે નિમીતે એક મહા અભિયાનને વેગવંત કરવા માટે લોકરક્ષા અને નાગરીક સંરક્ષણ હેતુ આવનારા ૬ મહિનામ માં સુરત સિવીલ ડિફેન્સ ને મજબુત કરવા  સતત તાલીમો ચાલુ રાખી નવા ૩૦૦૦ થી વધુ સિવીલ ડિફેન્સ ના માનદ્ સૈનિકો બને તે હેતુ સરકાર માન્ય વિના મુલ્યે તાલિમ નુ પણ આયોજન થાય તે કાર્યને વેગ આપવા સામુહીક રીતે સૌ નાગરીક સંરકક્ષણ દળ સુરત ના અધીકારીઓ નિચ્શ્ચય બધ્ધ થયા અને આવતી ૨૬ ડિસેમ્બર થી નવી તાલીમ ચાલુ થાય તેનુ પણ આયોજન કરવામાં આવ્યુ, આ  ઉપરાંત સિવિલ ડ્ફેન્સ માજી ચિફ ડો. પી.પી મિસ્ત્રી સાહેબ,ચિફ કાનજીભાઇ ભાલાળા તથા ડેપ્યુટી ચીફ મહંમદ નવેદ શેખ, મેહુલ સોરઠીયા તથા સુરતના તમામ ૨૬ ડિવીઝનલ વોર્ડનોની ટીમ અને વિશેષ મહાનુભાવો  દ્વારા હર વખતે જાનની બાજી લગાવી હર એક ઝોખમી ક્ષેત્રે મોતના મુખેથી લોકોને જીવીત લાવનાર   પ્રકાશકુમાર વેકરીયા અને વિજય છૈયા એમ બન્ને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાઓનુ ભવ્ય સન્માન કરી અલ્પાહાર સાથે સુરત સિવિલ ડિફેન્સ માં આજ ૫૯ માં સ્થાપના દિન ની હર્ષોલ્લાસ થી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/