fbpx
ગુજરાત

ઓમિક્રોનના વધુ કેસો ન નોંધાય એ માટે સરકાર સતર્ક બની છે


નવા વેરિયન્ટ ઓમિક્રોને રાજ્યમાં ભયનો માહોલ ઊભો કર્યો છે. ઓમિક્રોનના વધુ કેસો ન નોંધાય એ માટે સરકાર સતર્ક બની છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોનના અલાયદા વોર્ડ શરૂ કરી દેવાયા છે. આ તરફ ગુજરાતમાં હવે રોજ કોરોનાના નોંધાતા કેસોની સંખ્યા વધીને ૭૦ સુધી પહોંચી છે. ત્યારે સરકાર પણ કોરોનાનાં નિયંત્રણો હળવા કરવાના મતમાં નથી. ફરજિયાત માસ્ક માટે પોલીસને સૂચના અપાશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સના નિયમોનુંય પાલન થાય એ માટે સઘન કામગીરી શરૂ કરાશે.અમદાવાદ સહિતનાં શહેરોમાં હાલ રાત્રિના એકથી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્‌યૂ અમલમાં છે, પણ હવે રાત્રિના ૧૨ વાગ્યાથી કર્ફ્‌યૂ લાગુ કરાય એવી સંભાવના છે. આમ રાત્રિ કર્ફ્‌યૂના કલાકો વધે એમ જાણવા મળ્યુ છે. આ માટે સરકારના ગૃહ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ આખરી ર્નિણય લેવાઈ શકે છે. આજે શુક્રવારે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કોરોનાનાં નિયંત્રણો યથાવત્‌ રાખવા કે વધુ કડક કરવા એ અંગેનો આખરી ર્નિણય લેવામાં આવશે. અગાઉ નવરાત્રિ પહેલાં લગ્નપ્રસંગોમાં ૪૦૦ વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે છેલ્લે યથાવત્‌ રા
ખવામાં આવી હતી. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર અંગેના સુપ્રીમકોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં ૧૦૦ વ્યક્તિની મર્યાદા યથાવત્‌ રહેશે. ૧લી ડિસેમ્બર ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે.દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતાં સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યાં છે. જાેકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે ૧૦ ડિસેમ્બર સુધી રાજ્યનાં ૮ મહાનગરમાં રાત્રિ કર્ફ્‌યૂમાં ૧ કલાકનો ઘટાડ્યો હતો. આજે આઠ શહેરમાં રાત્રિ કર્ફ્‌યૂની મુદત પૂર્ણ થઈ રહી છે. બીજી તરફ, આજે કોરોનાનાં નિયંત્રણો કડક કરવા ગૃહ વિભાગ સાથે ચર્ચા કરી આખરી ર્નિણય લેવાઈ શકે છે. બીજી તરફ, રાજ્યમાં ફરીવાર કોરોનાના કેસોમાં વધારો થયો છે. ઓમિક્રોનનો ડર પણ સતાવી રહ્યો છે. ત્યારે શહેરોમા રાત્રિ કર્ફ્‌યૂના કલાકોમાં વધારો થઈ શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/