fbpx
ગુજરાત

સુરત પાલિકાની કમિટિ દ્વારા ખાનગી હોસ્પિટલોને ૭.૧૯ લાખ ચુકવવા આદેશ

સુરત પાલિકા દ્વારા બનાવવામાં આવેલ કમિટિએ જે ૧૦ કેસમાં ૫ હોસ્પિટલને ૭.૧૯ લાખ ચૂકવવા સૂચના આપી છે તેમાં સૌથી વધુ ૪.૩૮ લાખ માટે એક જ હોસ્પિટલને કહેવાયું છે. અઠવાગેટની આ હોસ્પિટલમાં એક કેસમાં ૨.૬૩ લાખ અને બીજા કેસમાં ૧.૭૮ લાખ ચૂકવવા સૂચના અપાઈ છે. આ હોસ્પિટલે કોરોનાકાળમાં દર્દીને ૬.૩૭ લાખનું બિલ આપ્યું હતું. દર્દીએ રૂપિયા ચૂકવી પણ દીધા હતા. ત્યારબાદ પાલિકાની કમિટિ સમક્ષ દર્દીના સ્વજને ફરિયાદ કરતા તમામ બિલ ચકાસાયા હતા.

જેમાં ખબર પડી કે, સરકારે જે દર નક્કી કર્યા હતા તે મુજબ તબીબની વિઝિટ ફી સામેલ હોવા છતાં અલગથી વસૂલાઈ હતી. બીજા નંબર પર ૧.૭૮ લાખ પરત કરવાનો કેસ છે. આ પણ અઠવાગેટની હોસ્પિટલ જ છે જેણે દર્દીને ખંખેરી લીધો હતો. દર્દી પાસેથી રૂ. ૩.૮૮ લાખ વસૂલવામાં આવ્યા હતા. જેમાં વધારાની ડોક્ટર વિઝિટ ફી, મેડિસિન અને અન્ય એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવ્યો હતો. કમિટિએ આ દર્દીને રૂ. ૧.૭૮ લાખ પરત કરવા હોસ્પિટલને સૂચના આપી છે.૭ દિવસમાં હોસ્પિટલ રૂપિયા ન ચૂકવે તો કમિટિ તેમના નામ જાહેર કરીને કાર્યવાહી કરશે. કમિટિના સભ્ય વ્રજેશ ઉનકટે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલોએ વધુ રૂપિયા લીધા હોવાની અત્યાર સુધીમાં કમિટીને કુલ ૫૨ ફરિયાદ મળી છે.

૨ કેસમાં તો પાલિકા તપાસ કરે તે પહેલા સમાધાન થઇ જતા હોસ્પિટલોએ દર્દીઓને રૂપિયા પરત કરી દીધા હતા. ૨ ફરિયાદ એવી છે જેમાં મેડીક્લેઇમ ઓછો આવ્યો છે. જેથી દર્દીઓને ગ્રાહક સુરક્ષામાં જવા સુચના આપવામાં આવી છે. જ્યારે ૫ કેસમાં જરૂરી ડોક્યુમેન્ટનો અભાવ હોઇ ૨૭ ડિસેમ્બર સુધીમાં ડોક્યુમેન્ટની પુર્તતા કરવા માટે જણાવાયું છે.કોરોનાકાળમાં દર્દીઓને મસમોટા બીલ પકડાવી લાખો રૂપિયા પડાવનારી ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા માટે પાલિકાએ એક કમિટિ બનાવી હતી. આ કમિટિની બેઠકમાં શહેરની પાંચ હોસ્પિટલોને ૧૦ દર્દીઓને રૂ. ૭. ૧૯ લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. ૫૨ ફરિયાદો પૈકી ૩૫ કેસના એક-એક બિલની ચકાસણી કરાઈ હતી પણ તેમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલા પેકેજ મુજબ જ બિલ બન્યું હોવાનું જણાતા ફરિયાદો દફતરે કરી દેવાઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/