fbpx
ગુજરાત

ધોધંબાની કંપનીમાં આગની ઘટનામાં વધુ ૨ મૃતકો જાહેર થયા

ઘોઘંબાના રણજિતનગર ખાતે આવેલી ય્હ્લન્ કંપનીમા સર્જાયેલી દુર્ઘટનાના પગલે ૨૦ ઈજાગ્રસ્તોને હાલોલની ખાનગી સર્જિકલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જેમાં ૧૦ને પ્રાથમિક સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા. બે ઈજાગ્રસ્તોને રેફરલમાં જયારે ૮ને હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરૂ કરાઈ છે. છ મૃતકોની ઓળખ થતાં તેઓના નામ જાહેર કર્યા હતા. આદિજાતિ વિકાસ, આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે જીએફએલ કંપનીના પ્લાન્ટમાં થયેલ આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ કર્મચારીઓની શુક્રવારે મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રીએ કલેક્ટર સુજલમયાત્રા અને પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે હાલોલની મા સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૮ જેટલા ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાત લેતા તેમની સ્થિતિ અને કરાઈ રહેલી સારવાર વિશે વિગતો મેળવતા ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરી હતી.

૭ના મોતને લઇને ઘોઘંબા તાલુકા કોગ્રેસે મામલતદારને મૃતકોના પરિવારોને ૧ કરોડ તેમજ ઇજાગ્રસ્તોને ૧૦ લાખનું વળતર ચૂકવવા સાથે કંપની બંધ કરવાનું આવેદન આપ્યું હતું. જયારે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીએ ‘જીએફએલ બંધ કરો’ અભિયાન હેઠળ કંપનીની આસપાસના ગામોમાં જઈ લોક સંપર્ક કર્યો હતો ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ગુરુવારની સવારે બ્લાસ્ટ થયો હતો, જેમાં ગુરુવારે ૫ અને શુક્રવારે વધુ ૨ લોકોના મૃતદેહો પ્રાપ્ત થયા હતાં. કંપનીમાં બ્લાસ્ટને લઇ પંચમહાલ જીપીસીબીના અધિકારીઓએ તપાસ કરી હતી. હવામાં કેમિકલ ભળી ગયું છે કે નહીં એના માટે ડ્રેગન મશીનથી હવા માપી હતી. જ્યારે કંપનીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો એની પણ તપાસ થઇ હતી. જીપીસીબી અનુસાર પ્રાથમિક તપાસમાં કંપનીના રિએકટરમાં ઓવર પ્રેશર થતાં ગ્લાસ કોલમ બ્લાસ્ટ થયો હતો, જેથી કેમિકલ પ્લાન્ટ ફેલાઇ જતાં કોઇ કારણસર આગ લાગતાં દુર્ધટના સર્જાઇ હતી. જાનહાનિ માટે કંપની જવાબદાર છે, પણ આખરી તપાસનો રિપોર્ટ આવ્યા બાદ કંપની સામે કાર્યવાહી કરીશું તેમ જીપીસીબીના અધીકારી જણાવી રહ્યા છે.

કંપનીના પ્લાન્ટમાં બાયફ્લોરો બેન્ઝિન કેમિકલમાં આગ લાગતા હોનારત સર્જાઇ છે. જાે કંપનીમાં પાઇપ લાઇનમાં આગ પ્રસરી ગઇ હોત તો મોટી હોનારત સર્જાય તેમ હતું. કંપની દ્વારા પણ બ્લાસ્ટને લઇને મૃતક પામેલા અને હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત કામદારો માટે સહાયની જાહેરાત કરી હતી. જીએફએલ કંપની બાયફ્લોરો બેન્ઝીનનું ઉત્પાદન કરે છે. ડિસ્ટિલેશન પ્રોસેસનો એક ભાગ છે. રીએક્ટરમાં ઓવર પ્રેસર થવાથી ગ્લાસ કોલમ બ્લાસ્ટ થયો હતો અને કેમીકલ પ્લાન્ટમાં ફેલાઇ જતા કોઇક અગમ્ય કારણથી આગ લાગી હતી. જેને લઇને અકસ્માત સર્જાયો હતો. જેના માટે કંપની જવાબદાર છે. આ અંગે જીપીસીબી, એફએસએલ સહિતની તપાસ ટીમના રીપોર્ટ આવ્યા બાદ ડેમેજ કોમ્પોસેશન, દંડાત્મક તથા કંપની બંધ કરવા સુધીના પગલા ભરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જીપીસીબીના અધિકારી એ.આઇ. કાપડીયાએ જણાવ્યુ હતું.અત્રે ઉલ્લેખનિય છે કે આ ઘટનામાં શુક્રવારે સવારે ફરીથી એસડીઆરએફ વડોદરા ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વધુ બે કામદારના મૃતદેહ મળ્યા છે. જે પૈકી એકના માત્ર બે પગના અવશેષો જ મળ્યા છે. જેથી મૃતદેહના અંગોને પોસ્ટ મોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ૭ મૃતકો પૈકી ૬ની ઓળખ થઇ ગઇ છે અને ૧ મૃતદેહની ઓળખ થઇ શકી નથી. આ એક મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડશે તેવુ તબીબે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/