fbpx
ગુજરાત

અમદાવાદ સૃષ્ટિ સંસ્થા ખાતે નિષ્ણાંત.ફૂડ સાયન્સ ના મહાનુભવો ની ઉપસ્થિતિ માં વિસરાતી વાનગી સ્પર્ધા યોજાય ૧૮થી ૭૦ વર્ષીય ૪૦ બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો

અમદાવાદ વીસરાતી વાનગીઓની હરીફાઈ યોજાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે વીસરાતી વાનગીઓની હરીફાઈ તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૧ ગુરુવાર સમય બપોરે ૨-૦૦ થી ૪-૦૦ કલાકે સૃષ્ટિ સંસ્થાઃ વિજય ચાર રસ્તાથી-હેલ્મેટ સર્કલ તરફ જતાં પહેલાં પિલર નં. ૧૪૯ ની બાજુના ખુલ્લા મેદાનમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા શહેરમાં મોટા પાયે વીસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું આયોજન યોજાતું હતું. કોરોના મહામારીના કારણે ગરમ વાનગીઓના સ્ટોલનું આયોજન આ વર્ષે પણ મોકૂફ રાખેલ તેમ છતાં શહેરની ગૃહિણીઓ પાસે રહેલ વાનગી વૈવિધ્યના કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે વીસરાતી વાનગીઓની હરીફાઈનું વિશિષ્ટ આયોજન યોજાયું હતું. આ વાનગી હરીફાઈના હેતુઓ (૧)રાગી, કોદરી, બંટી, રાજગરો, કાંગ, સામો, જુવાર, મકાઈ, બાજરી જેવા હલકા અનાજમાંથી બનતી વીસરાતી અને પોષ્ટિક વાનગીઓને સ્પર્ધામાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવે છે. (૨) અપ્રચલિત વનસ્પતિઓ અને ભાજીનો ઉપયોગ કરીને બનાવેલ સ્વાસ્થ્ય વર્ધક વાનગીઓને પણ સ્પર્ધામાં સામેલ કરવામાં આવે છે. (૩)તેલ, ખાંડ અને ઘીનો અલ્પતમ ઉપયોગ થાય તેવી વાનગીઓને સ્પર્ધામાં સામેલ કરવામાં આવે છે.  અમદાવાદ શહેરમાંથી જાગૃત ૪૦ બહેનોએ વાનગી હરીફાઈમાં ભાગ લેવા માટે પોતાની નોંધણી કરાવી હતી. આ બહેનો પોતાના ઘરેથી વાનગીઓ બનાવી-લાવીને આ હરીફાઈમાં ભાગ લીધો. સ્વાદ, પોષણ, પરંપરા અને સાત્વિકતાના સમન્વય પર આધારિત આ વાનગીઓનું સુશોભન પણ અનોખું હતું. આ હરીફાઈના જજ તરીકે એમ.એસ. યુનિ. વડોદરાના ફૂડ સાયન્સ વિભાગના ડૉ. સ્વાતિ ધૃવ, આણંદ કૃષિ યુનિ.ના ફૂડ સાયન્સ વિભાગના ડૉ. અમી રાવાની અને ડૉ. ગાયત્રી જાડેજા ઉપસ્થિત રહી સ્પર્ધકોની વાનગીઓનું મૂલ્યાંકન કર્યું હતું.  ૪૦ બહેનોની કુલ ૧૨૮ વાનગીઓ આ હરીફાઈમાં પ્રદર્શિત થઈ હતી. આ વાનગીઓ માત્ર સ્વાદની રીતે વિશિષ્ટ નહોતી પરંતુ પદાર્થોની વિવિધતા અને વીસરાતા વારસાનું સંયોજન હતું. આ ફૂડ ફોમ્યુલેશન દ્વારા બહેનોની સર્જનાત્મકતાને સન્માન કરવાની તક મળી.

બહેનોઓએ પણ ખુબ હોંશ-હોંશ આ વાનગી હરીફાઈમાં ભાગ લઈ એક-બીજાની પાસેથી શીખવામાં રૂચિ લીધી. ૧૮ વર્ષની દિકરીથી લઈ ૭૦ વર્ષના ગ્રૃહિણી દાદી પણ ઉપસ્થિત રહ્યા. ૪૦ સ્પર્ધકોમાં બે પુરુષોએ પણ ભાગ લીધો હતો, જેમાંથી એક પુરુષ સ્પર્ધક વિજેતા પણ થયો. પ્રથમ ત્રણ વિજેતાના નામ આ પ્રમાણે છે. ૧.નિરાલી પંચાલ, કારેલાનો ઘેઘો, આદુ કપુરીપાનનો શીરો,મલ્ટીગ્રેન ખીચું૨.પલક શેઠ બરફી ચુરમા, આમલા જીવન, ભરતીયું, બોરો, દહીં રતાળુ૩.હિતાર્થ પટેલન પીપલા, પપૈયા, બીલી, અજમો, આંબલી અને તુલસીના પાનના પાત્રાઆ વખતની વાનગીઓમાં વિવિધતાની વાત કરીએ તો રણકલી, રાજગરાનો ચેવડો, રાજગરાની ખીર, નગોડ અરડુસીનો ઉકાળો, પથ્થરચટ્ટીનું પીણું, રાગી-સરગવાના થેપલા, સલગમનું શાક, કોકમ-ખજૂરની ચટણી, સોયાબીન કોળાનો પાક, હળદર-શીંગોડાનો હલવો, કાળા ઘઉંગળોના થેપલા, સ્પ્રાઉટ મેથી-બાજરીની ચાટ, મઠનો રોટલો, સરગવાના ફૂલની કઢી, મેથીની કોફી, સીતાફળની ચા, મહુડાના થેપલા, હર્બલ પાન, મેંગો યોગર્ટ શીખંડ, કારેલાના બીજના સીંગભજીયા, રાગી જુવાર જવનો મુખવાસ, કોદરી અજમા સરગવાની અપ્પમ, સરગવાના પાનની ભાખરી, સરગવાના ફૂલનું રાયતુ, કળથીના વડા, કળથી પકોડા, બીહારી જાવર, રસીયાલ, નીમોના રાઇસ, ગુલરનું શાક વીથ બીટ રોટી, મહારાષ્ટ્રીયન સોલકઢી જેવી વાનગીઓ રજૂ થઈ હતી.સૃષ્ટિ સંસ્થા દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી સાત્વિક વાનગીઓને પ્રોત્સાહન આપવાનું કામ ચાલુ છે. હવે ધીરે ધીરે શહેરના મોલમાં તથા સ્થાનિક ઘંટી વાળા પણ રાગી, જુવાર, જવનો લોટ રાખતા થયા છે. લોકોનો વપરાશ ધીરે ધીરે વધ્યો છે. સંસ્થા દ્વારા આ અનાજ શા માટે ખાવા જોઈએ તે અંગે પણ વખતો-વખત માર્ગદર્શન આપવામાં આવે છે. આ વર્ષે તા. ૨૪ થી ૨૮ ડિસેમ્બર દરમ્યાન સૃષ્ટિ સંસ્થા ખાતે ૬૦ જેટલા ખેડૂતો ૨૦૦ થી વધુ ઓર્ગેનિક ખેતપેદાશોનું વેચાણ અહી કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓર્ગેનીક ખેત પેદાશોનું વેચાણ કરવા અલગ કોઈ બજાર નથી ત્યારે જાગૃત ગ્રાહકોને સીધું વેચી શકાય તે માટેનું એક પ્લેટફોર્મ ખેડૂતહાટમા માધ્યમથી આપવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/