fbpx
ગુજરાત

સુરતમાં ઓમિક્રોનના ભય વચ્ચે વેક્સિન મેગા ડ્રાઈવની કામગીરી

ઓમિક્રોનના ખતરાને આગળ વધતો અટકાવવા માટે તથા તમામ શહેરીજનોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિશિલ્ડ માટે ૩૨૫ સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે ૧૦ સેન્ટર કોવેક્સિન માટે ફાળવવામાં આવ્યાં છે. જેથી શહેરના મોટાભાગના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવા પાલિકા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

સુરતમાં ઓમિક્રોનના કેસ નોધાતા પાલિકા સતર્ક બની છે. કાપડ અને હીરા બજારમાં માસ્ક વગર એન્ટ્રી ન આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. સાથે જ વેક્સિનેશન ઝડપથી થાય તે માટે ભાર મુકાઈ રહ્યો છે. રવિવારે શહેર-જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા છે. કોરોના કેસમાં ઉછાળો આવતાં સંક્રમણને અટકાવવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા વધારી દેવાઈ છે. વેક્સિન ન લેનારને સરકારી ઈમારતો અને બસમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પાલિકા દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૨૫ સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે.

રવિવારે શહેરમાં ૨૦ અને જિલ્લામાં ૦૦ કેસ સાથે વધુ ૨૦ કેસ નોંધાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૪૩૦૫ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. જ્યારે રવિવારે શહેરમાંથી ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૦૫૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૩૩ નોંધાઈ છે. સુરતમાં ઓમિક્રોનના કેસ નોધાતા પાલિકા સતર્ક બની છે. ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/