fbpx
ગુજરાત

વડોદરા જિલ્લામાં ૧.૫ લાખ તરૂણોને વેક્સિનેટ કરાશે

કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ,અગ્ર સચિવ તેમજ રાજ્ય આરોગ્ય તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે કિશોર રસીકરણ અભિયાન અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં શહેર જિલ્લામાં કોવિડ/ ઓમિક્રોન કેસોની સંખ્યા, બહારથી આવતા પ્રવાસીઓની ચકાસણી, રૂટિન રસીકરણ,હોસ્પિટલ અને બેડ્‌સની પરિસ્થિતિ જેવી ચર્ચા કરવાની સાથે શિક્ષણ વિભાગના સહયોગ અંગે સંવાદ થયો હતો.આ બેઠકમાં કોરોના અને ઓમીક્રોનના કેસોની સંખ્યા, ઉચિત ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ, સારવાર સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

કલેક્ટરે જણાવ્યું હતું કે, વિશેષ ટીમો બનાવી કન્ટેન્ટમેન્ટ ઝોનની જાેગવાઈઓનું સચોટ પાલન, સંક્રમણની અટકાયત અને સંક્રમિત જણાયેલ લોકોની સારવાર શરૂ કરાવવા જેવી કામગીરી હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ કોરોના વિષયક તમામ તકેદારીઓ પાળીને સહયોગ આપે તે જરૂરી છે.વાલીઓ કિશોર રસીકરણની અગત્યતા સમજીને પૂરતો સહયોગ આપે તેવો અનુરોધ કરતાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, આ ઉંમરના કિશોરો મોટેભાગે શાળા કોલેજમાં ઉપસ્થિત હોય તો ત્યાં જ રસી આપવાને અગ્રતા અપાશે. રસીકરણ કેન્દ્રોની યાદી બનાવવામાં આવશે.વાલીઓનો સંપર્ક કરવામાં આવશે.આરોગ્ય તંત્ર દ્વારા નવી સૂચના પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની રસી મેળવવાને પાત્ર કિશોરોના ઝડપી રસીકરણની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

૩૧-૧૨-૨૦૦૭ કટ ઓફ ડેટ પહેલા જન્મેલા ૧૫ થી ૧૮ વર્ષની ઉંમરના ૧.૫ લાખ જેટલા કિશોરોને રસી મૂકવામાં આવશે. શાળા/ કોલેજાેમાં આ લોકોને રસી મૂકવાને અગ્રતા અપાશે. તેમ છતાં નજીકના સ્થળે રસી મુકાવી શકે તે માટે સરકારી આરોગ્ય કેન્દ્રો, વોર્ડ ઓફિસ જેવા સ્થળોએ પણ રસીકરણ કેન્દ્રો બનાવવામાં આવશે. હાલમાં લક્ષિત કિશોરોને મોટાભાગે ચાર દિવસમાં રસી આપી દેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/