fbpx
ગુજરાત

વડોદરામાં ૧૫થી ૧૮ વર્ષના તરૂણોને રસીકરણ કરાયું

આજથી શરૂ થયેલા ૧૫ થી ૧૮ વર્ષના તરૂણોને કોરોના રસી મૂકવાના અભિયાનમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત વયના ૬૯ હજાર કિશોરોને જિલ્લામાં ૨૦૩ કેન્દ્રો ખાતે રસી મૂકવાનું આયોજન કરાયું છે. પ્રત્યેક રસી લેનારને કોવેક્સિનનો ૦.૫ એમએલનો ડોઝ અપાશે, જે વયસ્કો જેટલો જ છે.વડોદરામાં આજથી ૧૫થી ૧૮ વર્ષનાં કિશોરોનું રસીકરણ શરૂ થયું છે. શહેરમાં ૭૯ રસીકરણ કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં વેક્સિનેશનને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

વડોદરા શહેરમાં અંદાજે દોઢ લાખ જેટલા કિશોરોને રસી આપવામાં આવશે. વડોદરાની ઉર્મી સ્કૂલમાં ધો-૧૧માં ભણતી કૃતિ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે મે વેક્સિન લીધી છે અને દરેક વ્યક્તિએ વેક્સિન લેવી જાેઇએ. કારણ કે અત્યારે ઓમિક્રોનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. એવા સંજાેગોમાં સ્કૂલોમાં આપણે જઇએ છીએ. જેથી સુરક્ષા માટે વેક્સિન લેવી જરૂરી છે.ભણતા ન હોય અને દસ્તાવેજ ન હોય તો સ્વજનના મોબાઈલ નંબર દ્વારા રસી મુકાવી શકાશે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રસીકરણ માટે વિદ્યાર્થીના વાલી પાસે કોઇ કન્સન સર્ટિફિકેટ લેવાનું નથી. જ્યારે ડીઇઓ કચેરીએ સૂચના આપી હતી કે, શાળાએ રસીકરણ અંગે વાલીઓને ટેલિફોનિક-મેસેજથી જાણ કરવી પડશે

.રસી મુકાવવા આવનાર કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં તેવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેટરો, નેતાઓ અને અગ્રણીનાં બાળકો રસી મુકાવી આ અભિયાનને વેગ આપશે. બીજી તરફ ૬ જાન્યુઆરી, ગુરુવારે એમ. એસ. યુનિવર્સિટીમાં પોલિટેક્નિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે રસીકરણનો કાર્યક્રમ યોજાશે. કોલેજમાં ગુરુ અને શુક્રવાર દરમિયાન સવારે ૯થી ૨ સુધી રસીકરણ થશે. તમામને કોવેક્સિન રસી અપાશે. ૩૧ ડિસેમ્બરે, ૨૦૦૭ પહેલા જન્મેલા અને ૧૮ વર્ષ સુધીના કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ આ રસી લઇ શકશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/