fbpx
ગુજરાત

રાજકોટ મનપામાં ગેરરીતિ કરવા માટે બિલ ઈન્વર્ડ કરાતાં નથી

રાજકોટ મનપામાં જ્યારે વર્કઓર્ડર આપવામાં આવે ત્યારે તેમાં શરત હોય છે કે અમુક ટકા કામ પત્યા બાદ કોન્ટ્રાક્ટરને બિલ મૂકવાનું હોય છે અને તે બિલ પૂરેપૂરું મંજૂર કરવું, તેમાં કાપ મૂકવો કે પછી રિજેક્ટ કરવું તેનો ર્નિણય એક મહિનામાં લેવાનો હોય છે પણ જાે બિલ ઈન્વર્ડ થાય તો એક મહિનો ક્યારે પૂરો થયો તે નક્કી થાય પણ ઈન્વર્ડ જ ન થતા ક્યારે બિલ બન્યું તેની તારીખ તેમાં લખી હોય છે પણ મનપામાં મુકાયું ક્યારે તેના આધાર રહેતા નથી તેથી બિલનો ર્નિણય કઈ રીતે અને કેટલા સમયે કરવો તે ર્નિણય કોન્ટ્રાક્ટર અને ઈજનેરો હસ્તક રહી જાય છે.

બિલ આવ્યા બાદ જેણે પ્રથમ બિલ મુક્યું તેના પર પ્રક્રિયા કરવાને બદલે તેને પેન્ડિંગ રાખી શકાય છે આ રીતે ઈજનેર અન્ય કોઈના પણ ઈશારે અથવા તો પોતાના અંગત સ્વાર્થ માટે કોન્ટ્રાક્ટરનું બિલ પોતાની પાસે અટકાવીને તેને દબાવી શકે છે. આ જ રીતે જે કોન્ટ્રાક્ટર સાથે ઈજનેરોને સારા સંબંધ હોય તે કોન્ટ્રાક્ટર પોતાના બિલ મૂકીને ઝડપથી પૈસા છૂટા કરી લે છે. આમ, અંગત કે અન્યના હિત માટે નિયમનો અમલ કરાતો નથી કે એ સિવાયના કારણો છે તે તો કમિશનર ઊંડાણપૂર્વક તપાસ કરે તો જ ખુલે. મહાનગરપાલિકાના ઈજનેરે કરેલા આપઘાતના પ્રકરણમાં બિલનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો છે. બિલ મંજૂર કરવા માટે આખો દિવસ કોન્ટ્રાક્ટર સાથે રહ્યા બાદ ઉપરી અધિકારીઓના ફોન આવતા હતા અને ફટાફટ બિલ પાસ કરવા માટે તેમજ જે વાંધા નીકળ્યા છે તેમાં આંખ આડા કાન કરવા માટે દબાણ અપાયું હતું. આખરે ઈજનેરે કંટાળી ડેમમાં ઝંપલાવી દીધું હતું. જાે બિલની પદ્ધતિ નિયમ મુજબ ન હતી પણ હવે આ બિલ પાસ કરવામાં કોણે વધુ પડતું ધ્યાન આપ્યું તે સ્પષ્ટ પોલીસ તપાસમાં થશે. રાજકોટ મહાનગરપાલિકામાં કોઇપણ ફાઈલ કે કાગળ હોય તો તેને ઈન્વર્ડ રજિસ્ટરમાં નોંધ કરીને તેને એક નંબર આપી દેવાય છે તેથી તે ફાઈલ કઈ તારીખે ક્યા ટેબલ પર ગઈ તેની નોંધ પડે આ રીતે ફાઈલનું ટ્રેકિંગ કરી શકાય છે

તેથી જ દરેક ફાઈલની ટ્રેકિંગ માટે આ પદ્ધતિ અનુસરવી ફરજિયાત છે પણ રાજકોટ મહાનગરપાલિકાના ઈજનેરોએ કોન્ટ્રાક્ટર દ્વારા મુકાતા બિલમાં ઈન્વર્ડ ન કરવાનો આગ્રહ રાખે છે. બિલ ઈન્વર્ડ ન કરીને ઈજનેર પોતાની રીતે નક્કી કરી શકે છે કે કોને ક્યારે બિલનું ચૂકવણું કરવું. આ કારણે જેણે સૌથી પહેલા બિલ મુક્યું હોય તો પણ તેને છેલ્લે ચૂકવણું થાય તેવું બની શકે છે એટલું જ નહીં કામ પૂરું થવાનું બાકી હોય અને એડવાન્સમાં બિલ બનાવીને મૂકીને ઝડપથી પ્રોસિજર પણ કરાવી દેવાઈ છે. આ તમામ છીંડાને આધારે ઈજનેરો અને કોન્ટ્રાક્ટર્સ ચૂકવણામાં ધારે તેવી ગેરરીતિ આચરી શકે છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાને પૂછવામાં આવતા તેમણે તપાસના આદેશ આપ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/