fbpx
ગુજરાત

તારીખ ૮થી ગુજરાત માં કોઈપણ કોન્ટ્રાક્ટર એકપણ સરકારી ટેન્ડર નહીં ભરે

ગુજરાત રાજયમાં બિલ્ડીંગ મટિરિયલ, સ્ટીલ, સિમેન્ટના ભાવમાં અસહ્ય વધારો થયો છે ત્યારે વડોદરા સહિત રાજ્યભરના સરકારી કોન્ટ્રાક્ટરો તા ૮ થી સરકારી ટેન્ડર ભરશે નહીં.રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ સિમેન્ટ ડામર રેતી કપચી ઈંટોના ભાવ વધારો થયો છે. આ સંજાેગોમાં આયાતી ડામર નવા જી આર અને ચાલુ સરકારી કામોમાં જીએસટીની વધારાની ભરપાઈ નો વિવાદ ઉભો થયો છે

અને તેના માટે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા સરકારને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ બેઠક યોજવા અંગે ૨૬ દિવસથી ઉકેલ આવ્યો ન હતો. આ સંજાેગોમાં એસોસિએશન દ્વારા તારીખ ૩ ના રોજ ખાસ બેઠક બોલાવી હતી, પરંતુ સરકાર સમક્ષ ના પ્રશ્નોના નિરાકરણ અંગે કોઈ નિકાલ ન આવતા ૮ જાન્યુઆરી થી ટેન્ડર ભરવા પર રોક લગાવી દેવાનો ર્નિણય કરી જિલ્લા મથકે બેઠકો માટે સૂચના અપાતા વડોદરા શહેર જિલ્લા કોન્ટ્રાક્ટર એસો.ની મિટિંગ આજે બુધવારે સાંજે કારેલીબાગના ખાનગી હોલ બેઠક મળી હતી અને તેમાં આઠ જાન્યુઆરીથી સરકારના તમામ કામોના ટેન્ડર નહીં ભરવાની સંમતિ આપવામાં આવી હતી અને તેનો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં આવા ટેન્ડર ભરવા ની ડિજિટલ કી પણ જીલ્લા વડામથક એ જમા કરાવી દેવાની સૂચના પણ આપવામાં આવી હતી તેમ એસોસિયેશનના પ્રમુખ શૈલેષ રાવે જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/