fbpx
ગુજરાત

કનાયડાના વિદ્યાર્થીઓ કબ્રસ્તાનમાં ભણવાનો વારો આવ્યો

ડભોઈ તાલુકાના કનાયડા ગામના સરપંચ નગીનભાઈ તલાવીયાના જણાવ્યા અનુસાર, ગામની સ્કૂલની ઈમારત જર્જરિત થયા પછી તેને તોડી પડાઇ હતી. જેના ૧૮ મહિના બાદ પણ હજુ સુધી સ્કૂલની ઈમારત બાંધવામાં આવી નથી. સ્કૂલ ન હોવાથી ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા ૧૯૬ વિદ્યાર્થીઓ ગામની દૂધ મંડળી,ગ્રામ પંચાયત તેમજ મદ્રેશાની ઈમારતો તેમજ કબ્રસ્તાનમાં બનાવેલા શેડની નીચે બેસીને ભણવા મજબુર બન્યાં છે.

નગીનભાઈએ વધુમાં જણાવ્યું કે, સ્કુલની ઈમારતના ૬ ઓરડા બાંધવા માટે રૂા.૫૫ લાખની ગ્રાંટ મંજુર થઈ હોવાનું અધિકારીઓ જણાવે છે.પરંતું અત્યાર સુધી ઈમારત બાંધવાની શરૂઆત કરવામાં આવી નથી. બીજી બાજુ ગામના લોકોએ ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સવારે ૧૧ઃ૩૦ વાગે દુધ મંડળી, મદ્રેશા અને કબ્રસ્તાનમાં બનાવેલા શેડને તાળાબંધી કરીને વિરોધ દર્શાવ્યો છે. ગામના લોકો ગુરૂવારે બપોરે ભેગા થયા હતા અને જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ સમક્ષ રજૂઆત કરી હતી.

ડભોઈ તાલુકાના કનાયડા ગામમાં સ્કૂલની જર્જરિત ઈમારત તોડી નંખાયા બાદ નવી બાંધવામાં ન આવતા ગામના ૧૯૬ વિદ્યાર્થીઓ કબ્રસ્તાનમાં શેડ નીચે બેસી ભણવા મજબૂર બન્યા છે. ૧૮ મહિના સુધી તંત્ર ઉંઘ ન ઉડાડતા ગામના લોકોએ વિદ્યાર્થીઓ જ્યાં ભણતા તે દૂધ મંડળી, ગ્રામ પંચાયત તેમજ મદ્રેશાની ઈમારત, કબ્રસ્તાનના શેડને તાળાં મારીને વિરોધ નોંધાવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/