fbpx
ગુજરાત

અમદાવાદમાં વાસી ઉત્તરાયણે પણ લોકો ખૂબ ઉત્સાહિત જાેવા મળ્યા

ઉત્તરાયણના દિવસે પતંગબાજી બાદ લોકો બલૂન અને ચાઈનીઝ તુક્કલ ઉડાવતા હતા. પરંતુ કેટલાક વર્ષોથી સરકાર દ્વારા તુક્કલ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છતાં ગેરકાયદેસર રીતે અગાઉ વેચાતી હતી અને લોકો ઉડાડતા હતા. પરંતુ આ વર્ષે આકાશમાં એક પણ તુક્કલ જાેવા મળી નહોતી. આ વર્ષે ક્યાંક આતશબાજી તો ખ્યાલ શાંત વાતાવરણ જાેવા મળ્યું હતું પરંતુ ક્યાંય તુક્કલ દેખાઈ ન હતી. તહેવારમાં લોકો મોટા ભાગે હોટલ રેસ્ટોરાંનું જમવાનું પસંદ કરે છે ત્યારે ઉત્તરાયણમાં પણ આખો દિવસ ધાબે વિતાવ્યા હતો. ત્યારબાદ લોકોએ રાતે જમવા માટે રેસ્ટોરાં, કેફેમાં જવાનું પસંદ કર્યું હતું. જેના કારણે ખાણીપીણીની દુકાનો, હોટલ, રેસ્ટોરાં, પિઝા શોપ, કેફે સહિતની જગ્યાઓ પર લોકોની લાંબી લાઈન લાગી હતી.કેટલીક જગ્યાએ લોકો લાંબી લાઈનમાં ઉભેલા પણ જાેવા મળ્યાં હતા. ૧૦ વાગ્યાનું કર્ફ્‌યૂ હોવાને કારણે પણ લોકો સાંજથી જમવા માટે પહોંચ્યા હતા.ઉત્તરાયણનો આજે બીજાે દિવસ છે એટલે કે આજે વાસી ઉત્તરાયણ છે. આજે પણ ઉતરાયણ જેવો માહોલ જ લોકોમાં ધાબે જાેવા મળ્યો છે.

ગઇકાલની જેમ આજે પવન સારો હોવાને કારણે આકાશમાં વધુ પતંગ ઉડતા જાેવા મળી રહ્યા છે. પવન વધુ હોવાને કારણે યંગસ્ટર્સ સાથે નાના બાળકો પણ પતંગ ઉડાવતા જાેવા મળ્યા છે. બીજી તરફ વિકેન્ડના કારણે મોટા ભાગના લોકોએ રજાની મજા માણવા ધાબે જાેવા મળ્યા છે. વાસી ઉત્તરાયણ હોવા છતા આજે પણ સવારથી જ લોકો ધાબે જાેવા મળ્યા છે અને લોકોમાં ઉત્સાહ ઉત્તરાયણ જેવો જ જાેવા મળ્યો છે. ૨ વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે ત્યારે કેટલાક ઠેકાણે આ નિયમનું પાલન થતું હોય તેવું સામે આવ્યું હતું. જાે કે કેટલાક યુવાઓએ કહ્યું છે ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે. ગઈકાલે તો ઉડાડ્યા જ હતા પરંતુ આજે સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાડવા પતંગબાજાેએ મન બનાવી લીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/